અમદાવાદમાં BU પરમિશન વગર ચાલતી 9 હોસ્પિટલો સીલ
AMC દ્વારા BU પરમિશન વગર વપરાશ ચાલુ રાખવા બદલ કુલ 9 હોસ્પિટલોને સીલ કરાઈ

amc

amc
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા જાહેર સલામતી અને નિયમોનું પાલન ન કરતી હોસ્પિટલો સામે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાંધકામની નિયમાનુસાર BU પરમિશન મેળવ્યા વિના વપરાશ ચાલુ રાખનાર કુલ 9 હોસ્પિટલોને આજે સવારે સીલ કરી દેવામાં આવી છે. આ હોસ્પિટલોના સંચાલકોને અગાઉ નોટિસ અને મૌખિક સૂચનાઓ આપવા છતાં તેમણે બાંધકામ નિયમિત કરાવ્યું ન હતું કે વપરાશ પરવાનગી મેળવી ન હતી. AMC દ્વારા આ બેદરકારીને કારણે અને નાગરિકોની જાહેર સલામતીના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.
BU પરમિશનનું પાલન ન થતાં કાર્યવાહી
AMCના દક્ષિણ પશ્ચિમ ઝોનના હદ વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલોને અગાઉ બાંધકામ નિયમિત કરાવી લેવા માટે ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ-2022 હેઠળ BU પરમિશન મેળવી લેવા નોટિસ પાઠવવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા વારંવારની મૌખિક સૂચનાઓ છતાં, હોસ્પિટલોના સંચાલકો દ્વારા વપરાશ પરવાનગી મેળવી લીધી હોય કે બાંધકામ નિયમિત કરાવી લીધું હોય તે અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. તેમ છતાં આ હોસ્પિટલોનો વપરાશ ચાલુ રાખવામાં આવતો હતો. આ ગંભીર બેદરકારી બદલ AMC એ આજે આ 9 હોસ્પિટલોને સીલ કરીને નિયમનું પાલન ન કરનારાઓ સામે એક કડક દાખલો બેસાડ્યો છે.
આ પણ વાંચો: AMC ફાયર વિભાગ ભરતી પર રોક: નિયમોનું ઉલ્લંઘન
સીલ કરાયેલી હોસ્પિટલોની યાદી
આજે સવારે AMC દ્વારા જે 9 હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે, તેમાં મુખ્યત્વે મક્તમપુરા, જોધપુર-2, સરખેજ અને જુહાપુરા વિસ્તારનો સમાવેશ થાય છે. આ છે સીલ કરાયેલી હોસ્પિટલોની યાદી નીચે મુજબ છે.
વિસ્તાર હોસ્પિટલ સરખેજ દેવપુષ્પ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ, ગજરાજ કોમ્પ્લેક્ષ, સરખેજ મક્તમપુરા મુસ્કાન મેટરનીટી હોમ, ગુલમોહર સોસાયટી, મક્તમપુરા મક્તમપુર નૌશીન હોસ્પિટલ, મક્તમપુરા મક્તમપુરા રિયાઝ હોસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા મક્તમપુરા હેપ્પીનેસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ, યુનીડ ફ્લેટ, વિશાલા સર્કલ જોધપુર-2 સફલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સાઉથ બોપલ જોધપુર-2 મમતા હોસ્પિટલ, સાઉથ બોપલ જોધપુર-2 આસના ઓર્થોપેડીક હોસ્પિટલ, સાઉથ બોપલ જોધપુર-2 દ્વારિકા હોસ્પિટલ, સાઉથ બોપલ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?