AMC ફાયર વિભાગ ભરતી પર રોક: નિયમોનું ઉલ્લંઘન
લેખિત પરીક્ષા વગર ફાયર સ્ટેશન ઓફિસર ભરતી પર રોક, નિયમો મુજબ કાર્યવાહી

અમદાવાદ ફાયર ભરતી રોક

અમદાવાદ ફાયર ભરતી રોક
અમદાવાદ મહાનગર પાલિકા (AMC)ના ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના 8 પદો માટેની ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી છે. મહાનગર પાલિકા દ્વારા લેખિત પરીક્ષા યોજ્યા વિના જ ઉમેદવારોને સીધા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવતા આ નિર્ણય વિવાદનું કેન્દ્ર બન્યો હતો.
વિપક્ષ દ્વારા આ સમગ્ર પ્રક્રિયા સામે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો અને આક્ષેપ કરાયો હતો કે સત્તાધીશો પોતાના મળતીયાઓને ફાયદો કરાવવા માટે સરકારી ભરતીના નિયમો અને પરિપત્રનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
વિપક્ષના આકરા આક્ષેપો બાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ ભરતી પ્રક્રિયા હોય, તે રાજ્ય સરકારના નિયમો અને અગાઉના નિયત માપદંડો મુજબ જ થવી જોઈએ. તેમણે ખાતરી આપી હતી કે જો ખરેખર લેખિત પરીક્ષા વિના સીધા ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હશે, તો સમગ્ર ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે અટકાવી દેવામાં આવશે. આ નિવેદન બાદ તાત્કાલિક અસરથી આ 8 સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી પર બ્રેક લગાવી દેવામાં આવી છે. હવે સરકારના નિયમ મુજબ જ ભરતીની કાર્યવાહી આગળ વધારવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?