Ahmedabad માં અગનજ્વાળાનું તાંડવ, એક જ સમયે પાંચેક જગ્યાએ આગ, ફાયર વિભાગની દોડધામ
અમદાવાદમાં આજે અગનજ્વાળાનું તાંડવ જોવા મળ્યું, જ્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક જ સમયે આગની પાંચ જેટલી ઘટનાઓ બની...

અમદાવાદમાં અગ્નિનું તાંડવ!

અમદાવાદમાં અગ્નિનું તાંડવ!
અમદાવાદ શહેરમાં આજે અગ્નિએ ભયાનક તાંડવ મચાવ્યું હતું. એક જ સમયે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આગની પાંચ જેટલી ઘટનાઓ બનતા ફાયર વિભાગમાં ભારે દોડધામમાં મુકાયો હતો.
સૌથી ગંભીર ઘટના વટવા GIDC ફેઝ-4 માં આવેલી જયશ્રી કેમિકલ કંપનીમાં બની હતી. અહીં ભીષણ આગ લાગી હતી, જેના પગલે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આગ એટલી વિકરાળ હતી કે કેમિકલના ધડાકા થઈ રહ્યા હતા અને તેની લપેટમાં આસપાસના અન્ય એકમો પણ આવી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમો બે કલાકથી વધુ સમય સુધી આગ પર કાબૂ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરી રહી હતી, પરંતુ આગ કાબૂમાં આવવાનું નામ લેતી નહોતી.
આ ઉપરાંત, પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા વિનસ એટલાન્ટિસ કોમ્પ્લેક્સ બહાર પાર્કિંગમાં પડેલા વાહનોમાં પણ આગ લાગી હતી. બાપુનગર વિસ્તારમાં એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ચંડોળા તળાવમાં ડિમોલિશન બાદ પડેલા કાટમાળમાં પણ આગ લાગવાની ઘટના બની હતી.
અગ્નિની આ ઘટનાઓ વચ્ચે, સોલા સિવિલ હોસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે લિફ્ટમાં બે લોકો ફસાઈ ગયા હતા. લિફ્ટમાં લોકો ફસાતા તાત્કાલિક ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી અને ફાયર વિભાગે સમયસર પહોંચીને લિફ્ટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
છેલ્લે, વિઝોલ રામવાડી સિદ્ધપુરા એસ્ટેટમાં સંકટ મોચન હનુમાનજી મંદિરની પાછળ પણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગ પર પણ બે કલાકથી કાબૂ મેળવી શકાયો નહોતો.
એક જ સમયે શહેરમાં આગની આટલી બધી ઘટનાઓ બનતા ફાયર વિભાગ પર ભારે દબાણ આવી ગયું હતું અને તેઓ સતત દોડતા રહ્યા હતા. આ ઘટનાઓએ શહેરના લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.