અમદાવાદ AMTSનું રૂ. 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ
AMTSમાં પરિવહનને આધુનિક બનાવવા ભાર મુકાયો, સંચાલન માટે લેવાતી લોનથી સંસ્થા દેવું વટાવશે

AMTS

AMTS
AMTS દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 991 કરોડનું મહત્વાકાંક્ષી ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં શહેરની પરિવહન વ્યવસ્થાને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે વર્ષ 2030 સુધીમાં તમામ બસોને ઈલેક્ટ્રિક અને AC બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા માટે શહેરની ચારેય દિશામાં રિંગ રોડની બહાર 4 નવા મલ્ટીમોડેલ હબ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે, જે મેટ્રો, BRTS અને GSRTC સાથે કનેક્ટિવિટી વધારશે. જોકે, આ આધુનિકીકરણની સાથે AMTSની આર્થિક સ્થિતિ ચિંતાજનક બની રહી છે, કારણ કે સંચાલન ખર્ચને પહોંચી વળવા માટે સંસ્થા આ વર્ષે ફરીથી રૂ. 600 કરોડની નવી લોન લેવાની તૈયારીમાં છે.
મુસાફરોનો વેઈટિંગ ટાઈમ ઘટાડવા પર ભાર મૂક્યો
ગત વર્ષની સરખામણીએ આ લોનની રકમમાં રૂ. 200 કરોડનો વધારો થયો છે, જેને કારણે AMTSનું કુલ દેવું હવે રૂપિયા 5,000 કરોડની ઐતિહાસિક સપાટીને પાર કરી જવાની શક્યતા છે. બજેટમાં માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પણ સેવાની ગુણવત્તા સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. AMTSના ડ્રાઈવરો માટે વિશેષ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના અને ઓન-રોડ બસોની સંખ્યા વધારીને મુસાફરોનો વેઈટિંગ ટાઈમ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
પરિવહન વ્યવસ્થામાં કેવો બદલાવ લાવશે
હાલમાં દરરોજ અંદાજે 5.5 લાખ મુસાફરો AMTS સેવાનો લાભ લઈ રહ્યા છે, જે સંખ્યા વધારવા માટે નવા રૂટો અને સુવિધાઓ ઉમેરવામાં આવશે. તેમ છતાં, સતત વધતું જતું દેવું અને લોન પરની નિર્ભરતા એ AMTS માટે આગામી સમયમાં મોટો પડકાર બની શકે તેમ છે. અમદાવાદીઓને શ્રેષ્ઠ મુસાફરીનો અનુભવ કરાવવા માટે AMTS તંત્ર એકતરફ ટેકનોલોજી અપનાવી રહ્યું છે, તો બીજી તરફ આર્થિક બોજ પણ વધી રહ્યો છે. નવા બજેટમાં રજૂ કરાયેલ આ તમામ જોગવાઈઓ આગામી સમયમાં અમદાવાદના ટ્રાફિક અને પરિવહન વ્યવસ્થામાં કેવો બદલાવ લાવશે તેના પર સૌની નજર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.