અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
SVPI એરપોર્ટને ઈ-મેઈલ દ્વારા મળી ધમકી, ખાલિસ્તાની તત્ત્વોની સંડોવણીની આશંકા

અમદાવાદ એરપોર્ટ

અમદાવાદ એરપોર્ટ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગયા છે. 27 જાન્યુઆરી 2026ના રોજ મોકલવામાં આવેલા એક ઈ-મેઈલને કારણે એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં તાત્કાલિક વધારો કરી દેવામાં આવ્યો છે.
ઈ-મેઈલ દ્વારા મળી ધમકી :
ઘટનાની વિગત મુજબ, એરપોર્ટના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર સવારે અંદાજે 11:05 વાગ્યે એક શંકાસ્પદ મેઈલ પ્રાપ્ત થયો હતો. આ મેઈલમાં એરપોર્ટના લગેજ સેક્શનને નિશાન બનાવવાની વાત કરવામાં આવી હતી. આ મેઈલમાં શીખો હિન્દુ નથી તેવી વિવાદાસ્પદ વાતો લખીને રાજકીય નેતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના કારણે આ કૃત્ય પાછળ ખાલિસ્તાની વિચારધારા ધરાવતા તત્ત્વોનો હાથ હોવાની આશંકા પ્રબળ બની છે.
સુરક્ષા સમિતિની તાકીદની બેઠક :
ધમકી મળતાની સાથે જ એરપોર્ટના ચીફ સિક્યોરિટી ઓફિસર અને ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. તાત્કાલિક ધોરણે 'બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી'ની બેઠક બોલાવવામાં આવી હતી. ગહન ચર્ચાઓ અને પ્રારંભિક તપાસ બાદ કમિટીએ આ ધમકીને ગંભીરતાથી લઈને ચેકિંગ પ્રક્રિયા સઘન બનાવી દીધી છે. સમગ્ર એરપોર્ટ કેમ્પસમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
પોલીસ કાર્યવાહી અને તપાસ :
એરપોર્ટ સિક્યોરિટી મેનેજરની ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઈ-મેઈલ કયા આઈપી એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો છે અને તેનું મૂળ લોકેશન ક્યાં છે, તે શોધવા માટે સાયબર ક્રાઈમની મદદ લેવામાં આવી રહી છે. હાલમાં એરપોર્ટ પર આવતા-જતા મુસાફરો અને સામાનનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.