અમદાવાદ એરપોર્ટ બન્યું દાણચોરીનું હબઃ 10 મહિનામાં 45 કરોડ રૂપિયાનું 68 કિલો સોનુ પકડાયું
સોનાની દાણચોરી અને ડ્રગ્સ તસ્કરીના 130 કેસ નોંધાયા

અમદાવાદ એરપોર્ટ બન્યું દાણચોરીનું હબઃ 10 મહિનામાં 45 કરોડ રૂપિયાનું 68 કિલો સોનુ પકડાયું

અમદાવાદ એરપોર્ટ બન્યું દાણચોરીનું હબઃ 10 મહિનામાં 45 કરોડ રૂપિયાનું 68 કિલો સોનુ પકડાયું
અમદાવાદ: અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એપ્રિલ-2024 થી જાન્યુઆરી-2025 સુધીના 10 મહિનામાં કસ્ટમ વિભાગે 45 કરોડ રૂપિયાનું 68 કિલો સોનું જપ્ત કર્યુ છે. જ્યારે 10 મહિનામાં સોનાની દાણચોરીના 130થી વધુ કેસ એટલે કે દૈનિક સરેરાશ એક કેસ નોંધાય છે.
અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાણે કે દાણચોરીનું હબ હોય તેમ દિવસનો એક કેસ નોંધાઈ રહ્યો છે. એપ્રિલ-2024 થી જાન્યુઆરી-2025 સુધીના 10 મહિનામાં એરપોર્ટ પરથી 45 કરોડનું 68 કિલો સોનુ પકડાયુ છે. સોનાની દાણચોરી અને ડ્રગ્સની હેરાફેરી કરતા 25 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. છેલ્લાં બે મહિનામાં દાણચોરી અને ડ્રગ્સની હેરાફેરીના મોટા કેસ પકડાયા છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કસ્ટમ વિભાગે ગોલ્ડ પેસ્ટ અને કેપ્સુલની અંદર સોનું છુપાવીને લાવવાના કેસનો સમાવેશ થાય છે. થાઈલેન્ડથી આવેલા બે પેસેન્જર પાસેથી ફૂડ પેકેટની અંદર છુપાવેલું ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 20 કરોડ રૂપિયા થવા જાય છે. 10 મહિનામાં સોનાની દાણચોરીના 130થી વધુ કેસ નોંધાયા છે.
કસ્ટમ વિભાગે નશીલા પદાર્થોની હેરાફેરી કરનાર 3 પેસેન્જરની પણ ધરપકડ કરી હતી. તેઓની પાસેથી 7.5 કિલો નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાં આવતા પાર્સલોની ચકાસણી કરવામાં આવે છે. અગાઉ ફોરેન પોસ્ટ ઓફિસમાં આવેલા એક પાર્સલમાંથી હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો.
કસ્ટમ વિભાગ હવે ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર પણ ખાસ નજર રાખે છે. છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ પેસેન્જર પાસેથી અમેરિકન ડોલર મળી આવ્યા હતાં. જેમાં એક પેસેન્જર પાસેથી 16.50 લાખ ભારતીય મૂલ્યનું અને બીજા બે પેસેન્જર પાસેથી 53.55 લાખનું ભારતીય મૂલ્યનું વિદેશી ચલણ મળી આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ ઉપરથી યુએસ ડોલર મોટી માત્રામાં લઈ જવાના બે મોટા કેસ બન્યા પછી કસ્ટમ વિભાગના અધિકારીઓ એલર્ટ બની ગયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.