રાજ્યમાં 2.98 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદીઃ કૃષિ મંત્રી
20 હજાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 51 હજાર મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરાઈ

20 હજાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 51 હજાર મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરાઈ

20 હજાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 51 હજાર મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરાઈ
ગુજરાતમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. અત્યાર સુધી 2.98 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 10 લાખ મેટ્રિક ટન મગફળી અને 20 હજાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 51 હજાર મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરી હોવાનો રાજ્ય સરકારે દાવો કર્યો છે. મગફળી માટે 2.32 લાખ ખેડૂતોને 5,172 કરોડ અને સોયાબીન માટે 17 હજાર ખેડૂતોને 210 કરોડનું ચુકવણું કરાયું હોવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલે દાવો કર્યો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે મગફળી પાકનું 18.80 લાખ હેકટરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું. ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટર વધુ થયુ છે. કેન્દ્ર સરકારે મગફળી માટે પ્રતિ ક્વિન્ટલે 6,783 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે. મગફળી પાકના વેચાણ માટે 3.72 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 197 ખરીદ કેન્દ્રો પર 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી 6,700 કરોડથી વધુના મૂલ્યની 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી 2.32 લાખ ખેડૂતોને 5,172 કરોડથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યુ છે.
તેમણે ઉમેર્યુ હતુ કે, કેન્દ્ર સરકારે સોયાબીન માટે પ્રતિ ક્વિન્ટલે 4,892 ટેકાનો ભાવ જાહેર કર્યો છે. સોયાબીનના વેચાણ માટે 24,800 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધી 88 ખરીદ કેન્દ્રો પર 20,500 ખેડૂતો પાસેથી 252 કરોડની 51,400 મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી 17 હજાર ખેડૂતોને 210 કરોડથી વધુનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે.
રાજ્યના અનેક તાલુકાઓમાં નોંધાયેલા ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂર્ણ થઇ છે. જ્યારે, બાકીના ખરીદ કેન્દ્રો ખાતે નોંધાયેલા ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી હાલમાં ચાલી રહી છે. આગામી 8 ફેબ્રુઆરી સુધીમાં તમામ ખરીદી પૂર્ણ કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.