નકલી માર્કશીટથી એડમિશનનું કૌભાંડ
સુરતની VNSGUમાં નકલી માર્કશીટથી એડમિશનનું કૌભાંડ, કેટલાકે તો MBBS, વકીલાતની ડિગ્રી મેળવી

નકલી માર્કશીટથી એડમિશનનું કૌભાંડ

નકલી માર્કશીટથી એડમિશનનું કૌભાંડ
રાજ્યમાં હવે નકલી માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં ત્રણ વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ-ડિગ્રીના આધારે એડમિશન લેતા તેમના પ્રવેશ રદ કરાયા છે. આ 62 વિદ્યાર્થીઓમાંથી એક બોગસ વિદ્યાર્થીએ તો 2 વર્ષ સુધી MBBSનો અભ્યાસ કર્યો, બીજાએ LLBનો અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો તો ત્રીજાએ B.Com.માં પ્રવેશ લઈ અભ્યાસ ચાલુ કરી દીધો હતો.
મળતી માહિતી અનુસાર, યુનિવર્સિટી અન્ય રાજ્યોમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટ ક્રોસ વેરિફિકેશન કરાવે છે, જેમાં આ રેકેટ પકડાયું હતું. પકડાયેલી તમામ માર્કશીટ તામિલનાડુ, NIOS, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ-અલગ સંસ્થાઓની હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અને તેની સાથે સંકળાયેલી કોલેજોમાં દર વર્ષે 70 હજાર વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે. જેમાંથી લગભગ 6થી 7 હજાર વિદ્યાર્થીઓ અન્ય બોર્ડ કે યુનિવર્સિટીના હોય છે. ગુજરાત સેકન્ડરી બોર્ડ દ્વારા તેમના વિદ્યાર્થીઓની માહિતી પહેલાથી જ યુનિવર્સિટીને અપાતી હોય છે તેથી એડમિશન વખતે જ તેઓનું વેરિફેકેશન થઇ જતું હોય છે. પરંતુ અન્ય રાજ્યના બોર્ડ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા બાદ તેઓની પહેલાની યુનિવર્સિટી સાથે માર્કશિટનું વેરિફેકશન કરવામાં આવતું હોય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ