સાપુતારામાં લોકોની ચિચિયારીઓ ગૂંજી
પ્રવાસીઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 7નાં મોત, અનેક ઘાયલ

ગમખ્વાર અકસ્માત

ગમખ્વાર અકસ્માત
---------------------------------------------
અપડેટ - 9.50---------------------------------------------------
સાપુતારામાં ગમખ્વાર અકસ્માત, 5નાં મોત, 35 ઘાયલ: ચારધામ યાત્રાએથી પરત ફરતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 48થી વધુ યાત્રાળુ સવાર હતા
મૃતકોના નામ
ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે ગંભીર અકસ્માત થયો છે. જેમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે. સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતાં રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટહાઉસની સામેના ઘાટમાં નાશિક તરફથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસમાં મધ્યપ્રદેશના 48 જેટલા પ્રવાસી સવાર હતા. ઇજા પામનાર મુસાફરો પૈકી 35 જેટલા ઘાયલોને CHC શામગહાન સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા છે. જેમાંથી ગંભીર રીતે ઇજા પામનાર કુલ 7 મુસાફરને આહવા ખાતે તેમજ એક મુસાફરને સુરત રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટર ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહતકાર્ય હાથ ધર્યું છે.
---------------------------------------------------
આ દુર્ઘટના વહેલી સવારે 4 વાગ્યા આસપાસ બની હતી. જ્યારે પ્રાથમિક માહિતી અનુસાર, અત્યાર સુધી 5 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં ગંભીર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. સાપુતારા માલેગાંવ ઘાટમાં ખાનગી બસ ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના 50 જેટલા પ્રવાસી ભરેલી બસ ઘાટમાં પલટી જતાં ગંભીર અકસ્માત થયો હતો. વહેલી સવારે થયેલા અકસ્માતમાં 5 મૃતદેહ બહાર કાઢ્યા હતા. અન્ય કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે. તમામને નજીકના સામગહાન સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટર ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહતકાર્ય હાથ ધર્યું છે.
સાપુતારા નજીક એક મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં ચારધામની યાત્રા કરીને પરત ફરી રહેલી એક ખાનગી બસ ખીણમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરુષ મુસાફરના મૃત્યુ નીપજ્યાં છે. બસમાં 50થી વધુ યાત્રાળુઓ સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, બસ સીધી ખીણમાં જઈને પડી હતી. આ દુર્ઘટનામાં અન્ય અનેક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સ્થાનિક પોલીસ અને તાત્કાલિક સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.