AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ
કડદાપ્રથા બંધ કરવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેસતા પહેલા ધરપકડ

રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ

રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ
બોટાદ જિલ્લાના હડદડ ગામે તાજેતરમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. હડદડ ઘર્ષણ દરમિયાન ખેડૂતોને ભડકાવવાના આરોપ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી તેવા AAPના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ આજે અમદાવાદ સ્થિત કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવાના હતા. તેમની મુખ્ય માંગણીઓમાં કડદાપ્રથા બંધ કરવી અને હડદડ ઘર્ષણમાં અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય અપાવવાનો સમાવેશ થતો હતો. જોકે, નેતાઓ ઉપવાસ શરૂ કરે તે પહેલાં જ, વહેલી સવારથી અમદાવાદ કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજુ કરપડા અને પ્રવીણ રામ જેવા નેતાઓ સ્થળે પહોંચતાની સાથે જ પોલીસે તેમની ધરપકડ કરી હતી.
પોલીસે ખેડૂતોના ઘરોમાં ઘૂસીને તોડફોડ કરી
AAPએ આક્ષેપ કર્યો છે કે, હડદડ ઘર્ષણ સમયે પથ્થરમારો થયો અને પોલીસની ગાડીઓને નુકસાન થયું, ત્યારબાદ પોલીસે ગામમાં ખેડૂતોના ઘરોમાં ઘૂસીને તોડફોડ કરી અને ખોટી રીતે અટકાયત કરી છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નેતાઓની ધરપકડ બાદ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપે કડદાપ્રથા બંધ કરવાના બદલે ખેડૂતોને કચડી નાખવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો: બોટાદના હડદડમાં ખેડૂત મહા પંચાયતમાં પથ્થરમારો
ભાજપ ખેડૂત વિરોધી પાર્ટી: ઈસુદાન ગઢવી
તેમણે કહ્યું કે, AAPના નેતાઓ ધરણાં પર બેસે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી છે અને લોકોને હવે ખબર પડી ગઈ છે કે ભાજપ ખેડૂત વિરોધી પાર્ટી છે. ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે, AAP આવતીકાલે સવારે તમામ જિલ્લા કલેક્ટર કચેરીમાં પત્ર આપીને વિરોધ પ્રદર્શન કરશે અને તેઓ આ 'ભાજપીય કડદા પાર્ટી'થી ડરવાના નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, એક દિવસમાં APMCમાં થતા ગોટાળાની 700 ફરિયાદ હેલ્પલાઈન પર મળી છે, અને AAPની ટીમ તમામ APMCમાં જઈને ગોટાળા બંધ કરાવશે.
85 ખેડૂતોની ધરપકડ કરી
રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, 12 ઓક્ટોબરના રોજ બોટાદના હડદડમાં કડદા પ્રથા બંધ કરવાની માંગ સાથે મહા પંચાયત યોજાઈ ત્યારે 30 વર્ષથી રાજ કરતી સરકારે નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો અને 85 ખેડૂતોની ધરપકડ કરી. તેમણે ગુજરાત સરકારને ખેડૂતોની તમામ માંગણીઓ સ્વીકારવા અને ખેડૂતો સામે દાખલ કરાયેલા ગુના પરત ખેંચવાની માંગ કરી.
ભાજપની 30 વર્ષની સરકારને ઉખાડી ફેંકે
કેજરીવાલે કહ્યું કે, અમને જેલમાં નાખી દો, અમે જેલમાં જવા માટે તૈયાર છીએ, પરંતુ ખેડૂતો પર લાગેલા ગુના પરત લેવામાં આવે. તેમણે ચેતવણી આપી કે, 1987માં ખેડૂતો પર અત્યાચાર કરવા બદલ કોંગ્રેસની સરકારને ઉખેડી ફેંકવામાં આવી હતી, અને હવે સમય આવી ગયો છે કે, ગુજરાતની જનતા ભાજપની 30 વર્ષની સરકારને ઉખાડી ફેંકે. અરવિંદ કેજરીવાલે જેલમાં ગયેલા ખેડૂતોના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હોવાનું જણાવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!