બોટાદના હડદડમાં ખેડૂત મહા પંચાયતમાં પથ્થરમારો
હડદડ ગામે ખેડૂત મહા પંચાયતમાં પહોંચેલી પોલીસ પર ઉશ્કેરાયેલા ટોળાએ કર્યો પથ્થરમારો

મહા પંચાયતમાં પથ્થરમારો

મહા પંચાયતમાં પથ્થરમારો
ગુજરાતમાં ખેડૂત મહા પંચાયતના એલાનને પગલે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. 12 ઓક્ટોબરના રોજ બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ કપાસના વેપારીઓ દ્વારા વજનમાં થતા 'કડદા' (ઓછું વજન) વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન હતું. જોકે, પોલીસે દાવો કર્યો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરવામાં આવ્યું હતું. પોલીસની ટુકડી આ સભાને રોકવા માટે ઘટના સ્થળે પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર ભારે પથ્થરમારો કર્યો હતો.
પોલીસને ટિયર ગેસના શેલ છોડવાની ફરજ પડી
આ અચાનક થયેલા હુમલાને કાબૂમાં લેવા માટે પોલીસને ટિયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી અને ઘર્ષણ બાદ કેટલાક લોકોની અટકાયત પણ કરાઈ હતી. આ ઘર્ષણ પહેલા જ, મહા પંચાયતમાં જોડાવા જઈ રહેલા AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પણ બગોદરા ખાતે અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે બોટાદના SPએ સ્પષ્ટતા કરી કે, મંજૂરી વગર ખેડૂત મહા પંચાયતનું આયોજન થયું હતું.
આ પણ વાંચો: રમા એકાદશી: તારીખ, શુભ મુહૂર્ત અને દાનનું મહાત્મ્ય
હડદડમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
લોકો ગેરકાયદે રીતે એકઠા થતા પોલીસ પહોંચી હતી. પોલીસ પહોંચતા જ લોકોએ પથ્થરમારો કર્યો, જેના જવાબમાં પોલીસે ટિયર ગેસના સેલ છોડીને સ્થિતિ કાબૂમાં લીધી છે. હાલમાં બોટાદમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ હડદડ ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. SP સહિત 4 DySP, 15 PI, 50 PSI અને 1000 પોલીસકર્મીઓ તૈનાત હોવા છતાં આ ઘર્ષણ થયું હતું.
પોલીસના દાવાઓ પર ગંભીર આરોપો
જોકે, AAP નેતા રાજુ કરપડાએ પોલીસના દાવાઓ પર ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે કહ્યું કે, આજે સવારથી જ અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી, ખેડૂતોને હડદડ આવતા રોકવામાં આવ્યા અને ખેડૂતોને ઉશ્કેરવામાં પણ આવ્યા હતા. કરપડાએ વધુમાં આરોપ લગાવ્યો કે, શાંતિથી બેઠેલા ખેડૂતોના ટોળામાં સિવિલ ડ્રેસ અને મોઢા પર રૂમાલ બાંધીને આવેલા અમુક લોકોએ પાછળથી પોલીસની વાન પર પથ્થરોથી હુમલો કર્યો હતો. તેમના મતે, ખેડૂતોનો અવાજ દબાવવા માટે આ એક આયોજનપૂર્વકનું ષડયંત્ર હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!