પાલિકા દ્વારા ઝીરો એક્સિડન્ટ પોલીસી બનાવામાં આવી હતી
સુરત પાલિકાની બસ દ્વારા કોઈનું મોત નિપજાવે તો ઈજારદાર પાસેથી મૃતકના પરિવાર માટે 10 લાખની વસુલાત માટે ભલામણ

જીવલેણ અકસ્માત

જીવલેણ અકસ્માત
સુરત મહાનગર પાલિકા દ્વારા નાગરીકોની સુવિધા માટે શરુ કરવામાં આવેલી બસ સેવા તેમના માટે કાળ બની રહી છે. શહેરમાં અવાર-નવાર જીવલેણ અકસ્માત થતા રહે છે, જેને પગલે પાલિકા દ્વારા ઝીરો એક્સિડન્ટ પોલીસી બનાવામાં આવી હતી. પરંતુ વધતા અકસ્માતોને જોતા તેવુ લાગી રહ્યું છે કે આ પોલીસી માત્ર કાગળ પર રહી છે, તેનો અમલ કરવામાં આવ્યો નથી. તાજેતરમાં જ બસની અડફેટથી એક મહિલાનું મોત થયા બાદ ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ એક્શનમાં આવ્યા છે. તેમણે આ પ્રમાણેના થતા જીવલેણ અકસ્માતો રોકવા માટે બસ એજન્સીઓને આકરો દંડ કરવાનો, અને તે દંડ મૃતકોના પરિવારને આપવામાં આવે તે માટેના નિયમો બનાવવા મૌખિક સૂચના આપી છે. આ ઉપરાંત આગામી સીટી લીંકની બેઠકમાં પણ આ નિયમ લાગુ કરી કેવી રીતે વધતા અકસ્માત અટકાવી શકાય તે માટેની હાથ ધરવામાં આવશે.
થોડા દિવસ પહેલાં સુરતના અડાજણ વિસ્તારમાં મોપેડ સવાર એક મહિલાને સીટી બસ ચાલકે અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ ફરી એક વખત પાલિકાની બસ સેવા વિવાદમાં આવી છે. 2023માં કતારગામ વિસ્તારમાં એક બસે એક સાથે દસ લોકોને અડફેટમાં લીધા હતા અને ત્રણ જેટલા લોકોનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના બાદ સીટી લિંક, પાલિકાના અધિકારીઓ અને શાસકો સાથે કોન્ટ્રાક્ટર વચ્ચે બેઠક થઈ હતી. જેમાં ઝીરો એક્સીડન્ટ પોલિસી બનાવવામાં આવી હતી પરંતુ જાહેર પરિવહન સેવા માટે સીટી લિંક એજન્સી બનાવી છે પરંતુ તેના કોન્ટ્રાક્ટરો પર પાલિકા કે શાસકોની કોઈ પકડ ન હોવાથી પાલિકા બસના ડ્રાઈવર બેફામ બસ દોડાવી અકસ્માત ફરીથી સર્જી રહ્યા છે અને ઝીરો એક્સીડન્સ પોલીસી કાગળ પર જ રહી ગઈ છે. જેના કારણે જીવલેણ અકસ્માતની સંખ્યા વધી રહી છે.
સુરત પાલિકાની સીટી બસ હાઉસ ફુલ જઈ રહી છે તેમાં છતાં સીટી લિંક ખોટમાં જઈ રહી છે તેનું કારણ ટિકિટની થતી ચોરી છે. આ અંગે ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે કહ્યું હતું કે ટિકિટી ચોરીમાં પેનલ્ટી કરવામા આવી રહી છે તેમ છતાં આ ચોરી અટકતી નથી તે હકીકત છે. તેથી પહેલી વાર, બીજી વાર અને ત્રીજી વાર ચોરી પકડાય તો દંડની રકમ પણ વધતી રહેવી જોઈએ. આમ કરવાથી ટિકિટ ચોરી પર પણ લગામ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ