સંસ્કારી નગરીમાં યુવતિનું અસંસ્કારી વર્તન
પ્રેમી સાથે ઝઘડો થતા યુવતી પોલીસ વાન પર ચઢી ગઈ; મકરપુરામાં કલાકો સુધી સર્જાયા દ્રશ્યો

નશામાં ધૂત યુવતીનો પોલીસ પર હંગામો

નશામાં ધૂત યુવતીનો પોલીસ પર હંગામો
વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગતરાત્રે એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. નશામાં ધૂત એક યુવતીએ રસ્તા વચ્ચે પોલીસની પીસીઆર વાન પર ચઢી જઈને એવો તે હંગામો મચાવ્યો કે કલાકો સુધી પોલીસ તંત્ર અને સ્થાનિક રહીશો લાચાર બની ગયા હતા. આ હાઈવોલ્ટેજ ડ્રામાને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
૧૫ જાન્યુઆરીની રાત્રે જ્યારે શહેર ઉત્તરાયણના થાક બાદ શાંત થઈ રહ્યું હતું, ત્યારે મકરપુરા વિસ્તારમાં અચાનક ચીસાચીસ અને બુમરાણ સંભળાઈ હતી. એક યુવતી નશાની હાલતમાં રસ્તા પર ઉતરી આવી હતી અને અસભ્ય વર્તન કરી રહી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, આ યુવતીનો તેના પ્રેમી સાથે કોઈ ગંભીર બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાના આવેશમાં આવીને યુવતીએ નશો કર્યો હતો અને ત્યારબાદ રસ્તા પર જાહેર જનતા માટે મુસીબત ઊભી કરી હતી.
પોલીસ વાન પર સવાર થઈને બેફામ વર્તનસ્થાનિક લોકોએ હોબાળો વધતા મકરપુરા પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી, ત્યારે યુવતી શાંત થવાને બદલે વધુ આક્રમક બની ગઈ હતી. તે પળવારમાં જ ચાલુ પોલીસ વાનની છત પર ચઢી ગઈ હતી. પોલીસ વાન પર ઊભા રહીને તેણે પોલીસકર્મીઓ અને ત્યાં એકઠા થયેલા લોકો વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ શરૂ કર્યો હતો.
યુવતી એટલી હદે નશામાં અને ઉશ્કેરાયેલી હતી કે તેણે પોલીસને પણ દાદ આપી ન હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે એક પછી એક એમ ૩ થી ૪ પીસીઆર વાનનો કાફલો ખડકી દેવો પડ્યો હતો. મહિલા પોલીસકર્મીઓએ તેને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવતીના આક્રમક વલણને કારણે પોલીસ પણ થોડો સમય માટે મુંઝવણમાં મુકાઈ ગઈ હતી.
પરિવાર અને સ્થાનિકો યુવતીથી ત્રાસી ગયાઆસપાસના રહીશોના જણાવ્યા અનુસાર, આ યુવતી માટે આ કોઈ નવી વાત નથી. તે અવારનવાર નશો કરીને કે ગુસ્સામાં આવીને આ પ્રકારે જાહેર રસ્તાઓ પર હંગામો મચાવતી હોય છે. યુવતીની આવી હરકતોથી તેના પરિવારજનો પણ કંટાળી ગયા છે અને તેમને પણ હવે સમજ પડતી નથી કે આ પરિસ્થિતિનો ઉકેલ કેવી રીતે લાવવો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે આ યુવતીના રોજના ત્રાસને કારણે વિસ્તારમાં શાંતિ જળવાતી નથી, તેથી જ આ વખતે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
કાયદેસરની કાર્યવાહી અને તપાસકલાકોની જહેમત બાદ મહિલા પોલીસે યુવતીને સુરક્ષિત રીતે વાન પરથી નીચે ઉતારી હતી અને તેને કસ્ટડીમાં લીધી હતી. મકરપુરા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના પરિવારજનોને પોલીસ મથકે બોલાવીને આખી ઘટનાની જાણ કરવામાં આવી છે.
પોલીસ હવે તપાસ કરી રહી છે કે:
યુવતીએ નશો ક્યાંથી કર્યો અને કોની સાથે કર્યો?
જાહેર રસ્તા પર હંગામો કરી સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ કઈ કલમો હેઠળ ગુનો દાખલ કરવો.
યુવતીના પ્રેમી સાથેના ઝઘડાનું મૂળ કારણ શું હતું.
વડોદરા જેવી સંસ્કારી નગરીમાં આ પ્રકારના ખુલ્લેઆમ દ્રશ્યો અને યુવતીઓ દ્વારા કરાતા નશાના કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.