વૈષ્ણોદેવી સર્કલ પાસે વહેલી સવારે કાળમુખો અકસ્માત
વૈષ્ણોદેવી નજીક ઓવરટેક કરવા જતાં ફોર્ચ્યુનર ડિવાઈડર કૂદી ST બસમાં ઘૂસી, કારનો કચ્ચરઘાણ.

વૈષ્ણોદેવી સર્કલ પાસે વહેલી સવારે કાળમુખો અકસ્માત

વૈષ્ણોદેવી સર્કલ પાસે વહેલી સવારે કાળમુખો અકસ્માત
અમદાવાદના એસ.જી. હાઈવે પર આજે વહેલી સવારે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. વૈષ્ણોદેવી સર્કલ પાસે પૂરઝડપે જઈ રહેલી ફોર્ચ્યુનર કાર બેકાબૂ બની ડિવાઈડર કૂદીને સામેથી આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈ.બી. વાઘેલાના પુત્ર ધવલ વાઘેલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માતના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ફોર્ચ્યુનર કાર (GJ 18 EF 9) પૂરઝડપે ગાંધીનગર તરફ જઈ રહી હતી. આ દરમિયાન અન્ય એક સફેદ કારને ઓવરટેક કરવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર ડિવાઈડર સાથે અથડાઈને ફંગોળાઈ હતી અને સામેના રોડ પર હિંમતનગરથી રાજકોટ તરફ જઈ રહેલી એસટી બસ સાથે સીધી ટકરાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બસ પણ ડિવાઈડર પર ચઢી ગઈ હતી.

ઘટના બાદ રાહદારીઓ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. કારમાં સવાર એક યુવતી અને અન્ય બે મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે એસ.જી. હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે ક્રેન બોલાવીને કારના કાટમાળને રસ્તા પરથી હટાવ્યો હતો અને એસટી બસના ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ એસ.જી. હાઈવે પર બનતા નવા બ્રિજ અને ઓવરસ્પીડિંગને કારણે થતા અકસ્માતો પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. મૃતક ધવલ વાઘેલાના પરિવારે એકનો એક પુત્ર ગુમાવતા ગાંધીનગર ભાજપ અને વકીલ આલમમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.