ભુજના કંઢેરાઈ ગામે બોરવેલમાં ફસાયેલી યુવતીએ લીધા અંતિમ શ્વાસ, મૃતદેહ બોરવેલમાં ફૂલી ગયો
મૃતદેહને બોરવેલમાંથી ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો,

ભુજના કંઢેરાઈ ગામે બોરવેલમાં ફસાયેલી યુવતીએ લીધા અંતિમ શ્વાસ

ભુજના કંઢેરાઈ ગામે બોરવેલમાં ફસાયેલી યુવતીએ લીધા અંતિમ શ્વાસ
ભુજ: ભુજમાં સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) રાજ્યભરમાં ચકચારી મચી જાય તેવી ઘટના બની હતી. કંઢેરાઈ ગામે સોમવારે વહેલી સવારે 21 વર્ષીય ઇન્દિરા મીણા નામની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ હતી. જો કે, આ યુવતી જિંદગીની જંગ હારી ગઈ છે. હાલ ફાયર બ્રિગેડ સહિતની વિવિધ રેસ્ક્યુ ટીમ દ્વારા યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરાઈ.
મળતી માહિતી અનુસાર, બોરવેલમાં ફસાયેલી ઇન્દિરા મીણાનું રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. રેસ્ક્યુ દરમિયાન મૃતદેહને બોરવેલમાંથી 300 ફૂટ ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો હતો. 33 કલાક બાદ યુવતીને બોરવેલમાંથી બહાર કાઢી શકાઈ છે. NDRF, BSF, સ્થાનિક તંત્રએ ઓપરેશન પાર પાડ્યું છે. જ્યારે યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ ત્યારે હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરાઈ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.