તોફાની રાધાએ પોસ્ટ કરેલી છેલ્લી સ્ટોરી એ જ પોલીસને આપી ક્લ્યુ...
સોશિયલ મીડિયામાં તોફાની રાધા તરીકે જાણીતી યુવતીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી

સોશિયલ મીડિયામાં તોફાની રાધા તરીકે જાણીતી યુવતીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી

સોશિયલ મીડિયામાં તોફાની રાધા તરીકે જાણીતી યુવતીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી
" હર એક કી જીદંગીમે એક સમય આતા હે જબ ઉસકો ફેંસલા કરના પડતા હે કી પન્ના પલટના હે યા કિતાબ બંધ કરની હે..." રાજકોટની ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી તોફાની રાધાનો તેની ઇન્સ્ટા સ્ટોરી પર આ છેલ્લો મેસેજ છે....તેનો આ મેસેજ જ દર્શાવે છે કે રાધિકા ધામેચા માનસિક સંઘર્ષ અનુભવી રહી હતી. પોલીસ મામલાની ઉંડી તપાસ કરી રહી છે.
રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયામાં તોફાની રાધા તરીકે જાણીતી યુવતીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. તોફાની રાધા તરીકે જાણીતી 26 વર્ષીય રાધિકા હર્ષદભાઇ ધામેચા પરિવારથી અલગ રહેતી હોવાનું જાણવા મળે છે. ભુતકાળમાં તેણે બિન્ધાસ્ત બનીને બનાવેલા કેટલાક વિડીયોએ વિવાદ પણ ઉભો કર્યો હતો. તેનં ઇન્સ્ટા એકાઉન્ટ tofani_radh_1212 હતું. 'તોફાની રાધા' નાં ઇન્સ્ટાગ્રામ એપ પર 46K જેટલા ફોલોવર્સ હતા
ગઈકાલે સાંજે 7 વાગ્યે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજમાં એક સ્ટેટ્સ મૂક્યું હતું. જેમાં એક ફિલ્મનો ડાયલોગ જોવા મળે છે કે 'હર એક કી જીંદગી મેં એક સમય આતા હૈ, જબ ઉસે ફેંસલા કરના પડતા હૈ કી પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હે'.તેણે 'તોફાની રાધા' એકાઉન્ટ પરથી ત્રણ સ્ટોરી અપલોડ કરેલી હતી.
તોફાની રાધા નામની રાધિકા ધામેચા ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી હતી. તેણે કેમ આપઘાત જેવું અંતિમ પગલું ભર્યું તેનું સ્પષ્ટ કારણ હજું જાણવા મળી શક્યું નથી પણ રાત્રે જ આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી. રાધિકા ધામેચા રાજકોટના રૈયા રોડ પર તુલસી માર્કેટની સામે પરિવારથી અલગ રહેતી હોવાનું જાણવા મળે છે.
મળેલી જાણકારી મુજબ રાધિકા ધામેચા તાજેતરમાં જ ગોવા ફરવા માટે ગઈ હતી. ગોવાથી પરત આવ્યા બાદ તેણે જ પિતાને ફોન કરીને કહ્યું કે, ‘હું જાવ છું.’ જો કે તેના પિતા આ વાત સમજી શક્પયા ન હતા. તેના પિતા તેના ઘેર પહોંચ્યા તે પહેલા તેણે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તોફાની રાધાએ બિન્ધાસ્ત બનીને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલા કેટલાક વિડીયોના કારણે તે ચર્ચામાં આવી હતી. તેના ત્રણ વીડિયોએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ઉભી કરી હતી જેમાં તે જેતપુર ટોલનાકાનું બેરિયર તોડતી જોવા મળી હતી તો ગાંજા જેવા પદાર્થનું સેવન કરતી જોવા મળી હતી.
અગાઉ વાયરલ થયેલા વિડીયો મામલે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. તોફાની રાધા એ બિન્ધાસ્ત બની પોલીસ સ્ટેશનમાં ઉતારેલો વિડીયો અપલોડ કર્યો હોવાથી તે સમયે ખળભળાટ પણ મચી ગયો હતો. અગાઉ પણ તોફાની રાધા મારામારી સહિતના ગુનામાં સપડાઇ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.