અમદાવાદના નમો સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે જોવા લાખોની જનમેદની ઉમટી હતી. તેવામાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મોટો કાંડ થઇ ગયો હતો.મળતી માહિતી પ્રમાણે તે યુવક બસમાં ગુજરાત આવી રહ્યો હતો તે સમયે કરજણ પાસે કેટલાંક લોકો બસમાં ચઢ્યા અને તેઓ સાયબર ક્રાઇમના હોવાનું કહીને તેના લાખો ફોલોવર્સ ઘરાવતા એકાઉન્ટનું એક્સેસ મેળવી તેને ધમકી આપી હતી.
મધ્યપ્રદેશનો રહેવાસી રામજીભાઇ અનિલભાઇ શ્રીવાસ્તવે આ ઘટના બાદ કરજણ પોલીસ સ્ટેશનમાં પાંચ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને છેલ્લા 4 વર્ષથી સ્ટોક માર્કેટના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 10 લાખ ફોલોઅર્સ છે, જ્યારે તેના ટેલિગ્રામ એકાઉન્ટમાં એક લાખ ફોલોઅર્સ છે.
તે પોતાના મિત્ર સાથે 26 જાન્યુઆરીએ અમદાવાદમાં કોલ્ડપ્લે મ્યુઝિકલ કાર્યક્રમ જોવા જવાના હતા.જેથી તે વિદીશાથી ભરૂચ આવવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન કરજણ હાઇવે પર રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખી 30 વર્ષની ઉંમરના યુવાનો બસમાં ચઢ્યા હતા. અને મને કહ્યું કે ' હમ સાયબર સેલ સે હૈ, ઔર તું એક ક્રાઇમ મેં ઇન્વોલ્વ હૈ, તું હમારે સાથ ચલ તુમ્હારી પૂછતાછ કરની હૈ. જેથી હું બસમાંથી ઉતરી ગયો હતો.બાદમાં તેને કારમાં બેસાડીને કહ્યું કે, 'એક આદમી કો તેરે કારણ રૂ. 1 કરોડ કા લોસ હુઆ થા, ઉસને સ્યુસાઇડ કર લીયા હૈ, ઔર પોલીસ સ્ટેશનમેં પૂછતાછ કે લીયે તુમ્હારી જરૂરત હૈ' બાદમાં મારો ફોન લઇને ધમકી આપી મારી પાસેથી ઓટીપી મેળવી લીધો હતો. તે ઘટના બાદ તેણે મિત્રને કોલ કરતા તે લેવા આવ્યો હતો. પરંતુ તેના બન્ને સોશિયલ મી઼ડિયા એક્સેસ અન્ય પાસે જતા રહ્યા હતા.