પ્રેમિકાને પામવા પિતા બન્યો હેવાન
બે વર્ષ અગાઉ પત્નીની હત્યા કરીને દીકરી ખુશીની ‘ખુશી’ છીનવી હતી

દીકરા કનૈયાની પણ એક જ મોડેસ ઓપરેન્ડીથી હત્યા કરવાનો કર્યો હતો પ્રયાસ

દીકરા કનૈયાની પણ એક જ મોડેસ ઓપરેન્ડીથી હત્યા કરવાનો કર્યો હતો પ્રયાસ
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાતી કહેવત છે કે ‘વહેમની કોઈ દવા નથી’.. આડા સંબંધની શંકાએ પ્રેમ લગ્ન કરનાર પત્નીની બે વર્ષ અગાઉ હત્યા કરી દીકરીને અનાથ બનાવી હતી. જ્યારે બે વર્ષ બાદ નવી પત્નીને ખટકતાં દીકરાની હત્યા કરવાનો પ્રયાસ કરી પિતાએ હેવાનિયતની હદ વટાવી હતી. જો કે, ‘જાકો રાખે સાઈયાં માર શકે ન કોઈ’ ની જેમ દીકરો અને દીકરી બંને બચી ગયા હતા. દીકરા-દીકરીની આંખો ઉપરથી ગુનાનો ભેદ ઉકેલી પોલીસે હેવાન પિતાને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. વેલેન્ટાઈન ડેના દિવસે આવો જોઈએ દીકરા-દીકરીની હત્યાનો પ્રયાસ કરી હેવાન બનેલાં પિતાની કહાણી....
એક અઠવાડિયા અગાઉ આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનની હદમાં એક્સપ્રેસ હાઈવેના એક બ્રિજ નીચેથી એક 5 વર્ષનું બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. બંને પગે ઈજા હોવાથી બાળકને હોસ્પિટલમાં દાખલ કરી પોલીસે સારવાર શરૂ કરાવી હતી. જ્યાં સ્થાનિક સંસ્થાને સોંપી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન બે વર્ષ અગાઉ એક્સપ્રેસ બ્રિજ નીચે ઈજા પહોંચાડેલી બાળકી અને હત્યા કરાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બંને ઘટના એક જેવી સામ્યતાવાળી હોવાથી પોલીસના ધ્યાને આવી હતી. આ ઉપરાંત બંને બાળકો પોતાના પિતાનું નામ ઉદય બોલતા હોવાથી પોલીસને શંકા વધુ ઘેરી બની હતી.
ત્યારબાદ પોલીસે આણંદ નજીકથી મળી આવેલા દીકરા અને બે વર્ષ અગાઉ મળી આવેલી દીકરીની આંખો ચેક કરતા એકસરખી લાગતી હતી. પોલીસે બંને બાળકોને વીડિયો કોલ મારફતે ભેગા કરતા મોટી દીકરીએ તેના ભાઈને ઓળખી બતાવ્યો હતો. નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમ ખાતે આશ્રય લઈ રહેલી દીકરી પાસે તેના ભાઈને લાવવામાં આવ્યો હતો. પોલીસે વિવિધ હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સથી બંને બાળકોના પિતા મૂળ યુપીના અને હાલમાં અમદાવાદની સોનીની ચાલમાં રહેતાં ઉદય પ્રેમચંદ વર્માને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં ઉદય ભાંગી પડ્યો હતો અને મરણ જનાર પત્નીની હત્યા તેણે જાતે કરી હોવાની કબૂલાત કરી છે.
આ ઉપરાંત દીકરીને પણ તે સમયે બ્રિજ ઉપરથી નીચે ફેંકી હતી. તે સમયે દીકરો દોઢ વર્ષનો હોવાથી પત્નીની હત્યાને અંજામ આપી દીકરીને બ્રિજ નીચે ફેંકીને દીકરાને લઈને ત્યાંથી ભાગી ગયો હતો. દીકરીને સારવાર મળી જતાં જીવ બચી ગયો હતો. ત્યારબાદ દીકરીને નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમમાં રાખવામાં આવી હતી.
બિલોદરા પાસેના એક્સપ્રેસ-વેના બ્રિજ નીચે બે વર્ષ અગાઉ મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ પાસે 3 વર્ષની બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. અઠવાડિયા પહેલાં આણંદ જિલ્લામાં આવી મોડ્સ ઓપરેન્ડીથી બાળકને ફેંકી દેવામાં આવ્યો હતો. આ બાળક મળવા બાબતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી. બંને બાળકોની સામ્યતા મળી હતી. બંને બાળકોની આંખો એક સમાન જોવા મળી હતી. જેના આધારે પોલીસે સમગ્ર કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશનો ઉદય વર્મા સાયરાબાનુ સાથે લવ મેરેજ કરીને અમદાવાદ લાવ્યો હતો. ઉદય વર્માએ સાયરાબાનુને પૂજા નામ આપ્યુ હતુ. ઉદય અને પૂજા લગ્ન જીવન દરમિયાન બે સંતાનોના માતા-પિતા બન્યાં હતાં. જોકે, શંકાશીલ ઉદયે પ્રેમિકા અને બાદમાં પત્ની બનેલી પૂજાને આડા સંબંધનો વહેમ રાખી મોતને ઘાટ ઉતારી હતી. એટલું જ નહીં, બે નિર્દોષ બાળકોની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ‘જાકો રાખે સાંઈયા માર શકે ન કોઈ’ તેવી કહેવત અનુસાર બંને બાળકોને ઈજા પહોંચવા છતાં જીવ બચી ગયો હતો. જ્યારે પ્રકૃતિના ન્યાય મુજબ કુદરતના ઘરે દેર છે પણ અંધેર નથી તેમજ હત્યારા ઉદયની પોલ તેના દીકરા અને દીકરીએ જ ખોલી નાખી છે. આજે વેલેન્ટાઈન ડે છે ત્યારે બે વર્ષ અગાઉ કરાયેલી પ્રેમિકા એવી પત્નીની હત્યાનો ભેદ નડિયાદ પોલીસે ઉકેલી બે બાળકોને અનાથ કરનાર હેવાન પિતાની ધરપકડ કરી છે.
નડિયાદ પોલીસે બંને બાળકોને વીડિયો કોલ દ્વારા ભેટો કરાવતા બંનેએ એકબીજાને ઓળખ્યાં હતાં. ત્યારબાદ બંને બાળકો તેમના પિતાનું જે નામ કહેતા હતા તેને પોલીસ અમદાવાદથી ઉઠાવી લાવી હતી. ત્યારબાદ નડિયાદ પોલીસે પૂછપરછ કરતાં પોતાની પત્નીની બે વર્ષ અગાઉ હત્યા કરી હોવાનું અને દીકરીને મારી નાંખવાના ઈરાદે ફેંકી દીધી હોવાની તેમજ અઠવાડિયા પહેલાં આણંદ નજીક 5 વર્ષના દીકરાને પણ ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી. બંને સંતાનો મૃત્યુ પામ્યાં હોવાનું હેવાન પિતાને લાગ્યુ હતુ. પરંતુ બંને સંતાનો જીવિત રહેતા સમગ્ર હત્યા કાંડનો ખુલાસો થયો છે.
નડિયાદના બિલોદરા પાસે એક્સપ્રેસ હાઈવે નજીક ઝાડી-ઝાંખરામાંથી બે વર્ષ પહેલાં મહિલાને ગળે ટૂંપો આપી હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહની બાજુમાં 3 વર્ષની દીકરી રડતી હતી. નડિયાદ ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી બાળકીને નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમમાં મોકલી આપી હતી. સંસ્થા તેણીનો ઉછેર કરતી હતી. જે તે સમયે પોલીસની તપાસમાં મૃતક મહિલાનું નામ પૂજા બતાવાયુ હતુ. પૂજા તેની માતા થતી હોવાનું દીકરી રટણ કરતી હતી. બાળકીની બોલચાલ ઉત્તરપ્રદેશની બોલી સાથે મેચ થતી હોવાથી પોલીસે ઉત્તરપ્રદેશના મતદારોની ચકાસણી કરી હતી. તેમ છતાં પોલીસને કોઈ સફળતા મળી નહોતી. પોલીસે નડિયાદ, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, ગાંધીનગર તેમજ આંતરરાજ્ય રૂટ પર 200 અને જાહેર જગ્યા ઉપર બાળકીના ફોટોગ્રાફ સાથેના 2500 પોસ્ટરો લગાવ્યાં હતાં. તેમ છતાં ગુનાનો ભેદ ઉકેલાયો નહોતો.
ધરપકડ કરાયેલા આરોપી ઉદયે જણાવ્યુ કે, તેની પત્ની હંમેશા શંકા કરતી હતી. તેથી તેની હત્યા કરી હતી. ત્યારબાદ લાંબો સમય થતાં પોલીસ પહોંચશે નહીં અને દીકરી પણ મરી ગઈ હોવાનું માની ઉદય વર્માએ બીજા લગ્ન કરી લીધા હતા. પહેલી પત્નીના 5 વર્ષના બાળકને તે સાથે રાખવા માગતો ન હોવાથી 7 ફેબ્રુઆરીએ રાત્રે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અગાઉની મોડેસ ઓપરેન્ડીથી બાળકને બ્રિજ નીચે ફેંકીને રવાના થઈ ગયો હતો. બાળક પણ મરણ ગયો હોવાનું માની નોર્મલ જિંદગી જીવતો હતો. પરંતુ બાળકનો બચાવ થતાં સમગ્ર હત્યા કાંડ પરથી પડદો ઊંચકાયો હતો અને બંને જીવિત બાળકોના માધ્યમથી પોલીસ હત્યારા પિતા સુધી પહોંચી શકી છે.
હેડ કોન્સ્ટેબલની સતર્કતાથી ચકચારી હત્યાનો ભેદ ઉકેલાયો...
જે તે સમયે બાળકી મળી ત્યારે એક જ રટણ કરતી હતી. 'પાપાને મમ્મી કો કુચલ ડાલા'. એક સરખી મોડેસ ઓપરેન્ડી ધરાવતો બીજો કિસ્સો વાસદ નજીક બનતાં નડિયાદ ગ્રામ્ય પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહને આંખોની મહત્વની કડી મળી હતી. જેના આધારે સમગ્ર કેસનો ભેદ ઉકેલાયો હતો. હત્યારો પિતા માનતો હતો કે, અગાઉ દીકરી અને પત્નીની હત્યા કરી તેમ દીકરાની પણ હત્યા કરી નાખુ. દીકરી હજુ જીવિત છે તેવું પિતા જાણતો નહોતો.
સૌપ્રથમ બંને બાળકોની આંખો મળતી આવતી હોઇ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાનું અસલી નામ સાયરાબાનુ હતું. તેણે ઉદય સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ ઉદયે પૂજા નામ રખ્યુ હતુ. ઉદયને તેની પત્ની પર શંકા હતી કે કોઈ અન્ય વ્યક્તિ સાથે આડોસંબંધ ધરાવે છે. એટલે તેનો કાંટો કાઢવા બે વર્ષ પહેલાં પોતાની બાઈક પર બંને બાળકો અને પત્નીને ચાલો આપણે ફરવા જઇએ તેમ કહીને નડિયાદ નજીક લાવ્યો હતો. પત્નીની હત્યા કરી એક્સપ્રેસ બ્રિજ પરથી ફેંકી દીધી હતી. ત્યારબાદ ખુશી નામની બાળકીને પણ હત્યા કરવાના ઇરાદે 30 ફૂટ ઊંચેથી ફેંકી દીધી હતી. જોકે, ખુશી બચી ગઈ હતી. તે સમયે પુત્ર કનૈયાની ઉંમર દોઢ વર્ષની હોવાથી તેને સાથે પરત લઈ ગયો હતો. લાંબો સમય થઈ ગયા બાદ તેની દીકરીની કોઈ ભાળ ન મળતાં તેણે એમ માની લીધું હતુ કે, બંને લોકો મરણ પામ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.