કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો, સતત આવી રહેલા આંચકાથી નિષ્ણાતો શું કહે છે ?
આજે સવારે 9:54 કલાકે રાપર વિસ્તારમાં 2.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો

આજે સવારે 9:54 કલાકે રાપર વિસ્તારમાં 2.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો

આજે સવારે 9:54 કલાકે રાપર વિસ્તારમાં 2.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો
કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. સતત બીજા દિવસે કચ્છના રાપર વિસ્તારમાં 2.9ની તિવ્રતાનો આંચકો નોંધાયો છે.
ઉલ્લેખનિય છે કે સોમવારે પણ રાપર તાલુકાથી 7 કિમી દૂર 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો અને ત્યારબાદ મોડી રાત્રે પણ આફ્ટરશોક નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં સતત ભૂકંપના આફ્ટરશોક આવતા રહે છે.
આજે ફરી એક વાર કચ્છમાં નાની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. મળેલી માહિતી મુજબ આજે સવારે 9:54 કલાકે રાપર વિસ્તારમાં 2.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. રાપરથી 27 કિલોમીટર દૂર વેસ્ટ નોર્થ વેસ્ટ તરફ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપના સતત આંચકા આવતા લોકોમાં પણ કૂતહલ સાથે ગભરાટ જોવા મળી રહ્યો છે.
જો કે ભૂકંપ ઝોન-5માં કચ્છ વિસ્તાર આવે છે અને તેમાં પણ ખાસ કરીને વાગડ ફોલ્ટ લાઈન પર, નાના-મોટા આંચકાઓ સતત નોંધાતા રહે છે. હમણાં જ ગત 3 તારીખે પણ ભચાઉથી 15 કિલોમીટર દૂર સાંજે 5:05 વાગ્યે 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
જો કે, નિષ્ણાતોના મત મુજબ, આ નાના આંચકાઓથી ભૂગર્ભમાં જમા થયેલી ઊર્જા બહાર નીકળી જાય છે, જેથી મોટા ભૂકંપની શક્યતા ઘટી જાય છે. વર્તમાન સમયમાં આવતા આંચકાઓથી કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. ભૂકંપ ઝોન-5માં આવતા કચ્છ વિસ્તારમાં, ખાસ કરીને વાગડ ફોલ્ટ લાઈન પર, નાના-મોટા આંચકાઓ સતત નોંધાતા રહે છે. તાજેતરમાં જ 3 તારીખે ભચાઉથી 15 કિલોમીટર દૂર સાંજે 5:05 વાગ્યે 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપને 24 વર્ષ વીતી ગયા છે, પરંતુ આજે પણ આફ્ટરશોક્સ આવતા રહે છે, જે લોકોને તે સમયની કપરી યાદો તાજી કરાવે છે. જો કે, નિષ્ણાતોના મત મુજબ, આ નાના આંચકાઓથી ભૂગર્ભમાં જમા થયેલી ઊર્જા બહાર નીકળી જાય છે, જેથી મોટા ભૂકંપની શક્યતા ઘટી જાય છે. વર્તમાન સમયમાં આવતા આંચકાઓથી કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.