વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 8 ના મોત
ભીષણ વિસ્ફોટ બાદ આગ, અનેક ઘાયલ, લાયસન્સ રદ છતાં ફેક્ટરી ચાલતી હોવાનો ખુલાસો

AI જનરેટેડ

AI જનરેટેડ
Ahmedabad firecracker factory blast: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ નજીક આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. વિસ્ફોટનો અવાજ લગભગ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બચાવ કામગીરી માટે તંત્ર તાત્કાલિક દોડી આવ્યું
ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ, એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિત ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી.
RAF જવાનોએ બચાવ કામગીરીમાં ભજવી મહત્વની ભૂમિકા
વિસ્ફોટનો અવાજ સંભળાતા નજીકના વસ્ત્રાલ RAF કેમ્પના જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલાં જ જવાનોએ ઘાયલોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી અને અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં મદદ કરી હતી.
લાયસન્સ રદ હોવા છતાં ચાલતી હતી ફેક્ટરી
સેક્ટર-2 JCP જયપાલસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, રામોલ-ગતરાડ રોડ ઉપર આવેલા RAF કેમ્પની પાછળ ખુલ્લા ખેતરમાં શેડ જેવું બનાવી મેહુલ ડોડીયા નામનો વ્યક્તિ ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો. આ વ્યક્તિનું ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ પહેલાથી રદ કરી દેવામાં આવેલું હતું. તેમ છતાં તેણે ફટાકડાની ફેક્ટરી ચાલુ રાખી હતી.
આઠ જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા સૌપ્રથમ RAFની ટીમ અને સ્થાનિક પોલીસ તેમજ ફાયરબ્રિગેડની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી. રામોલ પોલીસ દ્વારા સમગ્ર મામલે એક્સપ્લોઝિવ એક્ટ અને અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.
કાયદેસરની કાર્યવાહી શરૂ
ઘટના બાદ રામોલ પોલીસે સમગ્ર મામલે એક્સપ્લોઝિવ એક્ટ સહિત સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના ચોક્કસ કારણો, સુરક્ષા નિયમોના ભંગ અને અન્ય જવાબદારીઓ અંગે તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ