UAEની મોટી કાર્યવાહી
યુએઈમાંથી ડિપોર્ટ કરાયેલા 60 ભારતીયો સુરત એરપોર્ટ પહોંચ્યા,સ્થાનિક કાયદાના ઉલ્લંઘનનો આરોપ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
60 Indians Deported From UAE Arrive At Surat Airport : સંયુક્ત આરબ અમીરાત (UAE)માં સ્થાનિક કાયદાનું ઉલ્લંઘન કરનાર 60 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા બાદ તેઓ સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા.આ ઘટનાએ વિદેશમાં વસતા અને રોજગારી માટે ગયેલા ભારતીયો માટે સ્થાનિક કાયદાનું પાલન કેટલું જરૂરી છે તે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે.ડિપોર્ટ કરાયેલા તમામ ભારતીયોને સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સુરત એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા, જ્યાં સંબંધિત એજન્સીઓ દ્વારા તેમની જરૂરી પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.
દુબઈમાં ભારતીય દૂતાવાસે કરી મદદ
મળતી માહિતી મુજબ, આ મુસાફરોને ડિપોર્ટ કરવામાં આવે તે પહેલાં દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસ (Indian Embassy) દ્વારા તેમની વહારે આવીને જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. દૂતાવાસ દ્વારા તમામ મુસાફરોને ભારત મુસાફરી કરવા માટે 'ઇમરજન્સી સર્ટિફિકેટ' અથવા 'અસ્થાયી પ્રવાસ દસ્તાવેજો' પૂરા પાડવામાં આવ્યા હતા. UAE સત્તાવાળાઓએ ત્યાંના સ્થાનિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ તમામ લોકોને ભારત પરત મોકલી દીધા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ સત્તાવાર કાર્યવાહી
સુરત એરપોર્ટ પર ફ્લાઇટ પહોંચતા જ ઇમિગ્રેશન અધિકારીઓ, CISF, એરપોર્ટ સુરક્ષા અને અન્ય સંબંધિત વિભાગોએ તમામ મુસાફરોની નિયમ મુજબ તપાસ હાથ ધરી હતી. દરેક વ્યક્તિના પાસપોર્ટ, મુસાફરીના દસ્તાવેજો અને ડિપોર્ટેશન સંબંધિત કાગળોની ચકાસણી કરવામાં આવી હતી.પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેટલાક લોકોને તેમના પરિવારજનો સાથે જવાની મંજૂરી આપવામાં આવી હતી,જ્યારે કેટલાક લોકો અંગે વધુ માહિતી મેળવવા સંબંધિત એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
કાયદાનો ભંગ પડ્યો ભારે
પ્રાથમિક માહિતી અનુસાર, ડિપોર્ટ કરાયેલા ભારતીયો પર યુએઈના સ્થાનિક કાયદાના ઉલ્લંઘનના આરોપો હતા. વિવિધ પ્રકારના નિયમભંગ, વિઝાની શરતોનું પાલન ન કરવું, શ્રમ કાયદાના નિયમોનું ઉલ્લંઘન અથવા અન્ય વહીવટી નિયમોના ભંગ જેવા કારણોસર કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.યુએઈમાં કાયદા અત્યંત કડક માનવામાં આવે છે. ત્યાં નાનામાં નાનો નિયમભંગ પણ ગંભીરતાથી લેવામાં આવે છે અને તેના આધારે દંડ, જેલ અથવા ડિપોર્ટેશન જેવી કાર્યવાહી થઈ શકે છે.
એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગની કડક ચકાસણી
ફ્લાઇટ સુરત એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ઇમિગ્રેશન વિભાગ દ્વારા તમામ 60 મુસાફરોની નિયમ મુજબ કડક પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમના પ્રવાસ દસ્તાવેજો અને પૃષ્ઠભૂમિની ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ જ તેમને એરપોર્ટની બહાર જવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ડિપોર્ટ કરાયેલા આ મુસાફરોમાં મોટાભાગના લોકો બિહાર, ઉત્તર પ્રદેશ અને પંજાબના રહેવાસી છે, જેઓ રોજગારી અર્થે કે અન્ય કારણોસર UAE ગયા હતા.
ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો યુએઈમાં કાર્યરત
ગુજરાતના હજારો લોકો રોજગારી માટે વર્ષોથી યુએઈ સહિત ગલ્ફ દેશોમાં વસવાટ કરે છે. બાંધકામ, હૉસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટ, વેપાર, સર્વિસ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ભારતીયો કાર્યરત છે.આર્થિક રીતે પરિવારને મજબૂત બનાવવા માટે લોકો વિદેશ જાય છે, પરંતુ સ્થાનિક કાયદાની અજાણ અથવા બેદરકારીના કારણે કેટલીકવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
મોબાઈલ અને સામાન પણ ન મળ્યો
એરપોર્ટના સૂત્રો તરફથી મળતી ચોંકાવનારી વિગત મુજબ, ડિપોર્ટ કરાયેલા આ મુસાફરોના મૂળ પાસપોર્ટ, મોબાઈલ ફોન અને તેમનો અન્ય અંગત સામાન હાલ યુએઈ ઓથોરિટી પાસે જ જપ્ત છે. મુસાફરોને તેમનો સામાન સુપરત કરવામાં આવ્યો ન હોવાથી તેઓ ભારે ચિંતામાં મુકાયા છે.
મોટાભાગના મુસાફરો બિહાર, યુપી અને પંજાબના શ્રમિકો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ડિપોર્ટ કરાયેલા આ મુસાફરોમાં મોટાભાગના શ્રમિક (મજૂર) વર્ગના છે. તેઓ રોજીરોટીની તલાશમાં એજન્ટોના માધ્યમથી કે અન્ય રીતે દુબઈ પહોંચ્યા હતા. આ તમામ મુસાફરો મુખ્યત્વે બિહાર, ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્યના વતની હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુરત એરપોર્ટ પર સંબંધિત એજન્સીઓ દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ શાંતિપૂર્ણ રીતે સમગ્ર વેરિફિકેશનની કામગીરી ચલાવવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ