ખાનગી બસ અને ટ્રેઇલર વચ્ચે અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત થયા હતા
ગંભીર અકસ્માતની ઘટના બાદ પણ કચ્છ જિલ્લામાં બેફામ ઓવરલોડ ખાનગી બસો દોડી રહી છે

બેફામ ઓવરલોડ ખાનગી બસો દોડી રહી છે

બેફામ ઓવરલોડ ખાનગી બસો દોડી રહી છે
કચ્છના કેરા - મુન્દ્રા રોડ પર ખાનગી બસ અને ટ્રેઇલર વચ્ચે અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત થયા હતા.ગંભીર અકસ્માતની ઘટના બાદ પણ કચ્છ જિલ્લામાં બેફામ ઓવરલોડ ખાનગી બસો દોડી રહી છે.ઓવરલોડ ખાનગી બસો સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા અનેક સવાલો ઉભા થયા છે.
કચ્છ જિલ્લામાં બેફામ ખાનગી બસો પરિવહન કરી રહી છે.તેમછતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરતા પોલીસ અને આરટીઓ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.ભુજથી ઉપડતી મોટા ભાગની ખાનગી બસોમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરવામાં આવી રહ્યા છે.નિયમોને નેવે મૂકીને બેફામ ઓવરલોડ ખાનગી બસો દોડી રહી છે.તેમછતાં પણ ઓવરલોડ ખાનગી બસો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.મુસાફરો જીવના જોખમે ખાનગી બસમાં મુસાફરી કરતાં જોવા મળી રહ્યા છે .તંત્ર શું કોઈ દુર્ધટનાની રાહ જોઈ રહ્યું છે તેવો સવાલ અહિયાં ઊભો થયો છે.
મુન્દ્રા કેરા રોડ બનેલી અકસ્માતની ગંભીર ઘટના બાદ પણ તંત્રએ કોઈ શીખ લીધી નથીજિલ્લામાં ઓવરલોડ ખાનગી બસો દોડી રહી છે...જેના સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.અકસ્માતના બનાવ બાદ ભુજના જાગૃત નાગરિક ભરત સંઘવીએ સ્ટેટ મોનીટરીંગ સેલ , આરટીઓ વિભાગ અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીને ઓવરલોડ ખાનગી બસો સામે કાર્યવાહી કરવા ફરિયાદ કરી છે. પરંતુ નવાઈ વાત એ છે કે આજદિન સુધી ખાનગી બસો સામે કોઈ કાર્યવાહી થઈ નથી.
કચ્છ જિલ્લામાં બેફામ નિયમો નેવે મૂકીને દોડતી ખાનગી બસો સામે કાર્યવાહી કરવા માટે આરટીઓ અધિકારીએ તમામ ઇન્સ્પેકટરને સૂચના આપી છે .આગામી દિવસોમાં આરટીઓ વિભાગ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે જે દરમિયાન ક્ષમતા કરતા વધુ પસેન્જર બેસાડનાર બસ સંચાલકોને મેમો સહિતની કાર્યવાહી કરવામાં આવશે .ત્યારે ઓવરલોડના દૂષણ પર ક્યારે અંકુશ આવશે તેવા સવાલો ઊભા થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.