ગુજરાતમાંથી પકડાયેલા 300 બાંગ્લાદેશીઓને વડોદરાથી ઘરભેગા કરી દેવાયા
રાજ્ય સરકારે તમામને બસ દ્વારા વડોદરા લઇ જઇને બાંગ્લાદેશ મોકલી દીધા

રાજ્ય સરકારે તમામને બસ દ્વારા વડોદરા લઇ જઇને બાંગ્લાદેશ મોકલી દીધા

રાજ્ય સરકારે તમામને બસ દ્વારા વડોદરા લઇ જઇને બાંગ્લાદેશ મોકલી દીધા
જમ્મુ-કાશ્મીરમાં થયેલા પહલગામ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા બાબતે ચિંતાઓ વધતી ગઈ હતી. તેના પ્રત્યાઘાત રૂપે ગુજરાત રાજ્ય સરકારે પણ સતર્કતા દાખવી હતી અને રાજ્યના વિવિધ શહેરોમાં ગેરકાયદે રહેલા વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી શરૂ કરી હતી.
ગુજરાત પોલીસ અને હોમ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા વિશેષ ઓપરેશન હેઠળ અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી શરૂ કરીને રાજ્યભરના અનેક જિલ્લાઓમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન અમદાવાદમાંથી અંદાજે 800 અને સુરતમાંથી 134 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. દસ્તાવેજોની તપાસ બાદ જણાવ્યું હતું કે તેમણે ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને ઘણા સમયથી તેઓ અહીં રહી રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતના 134માંથી 90 અને અમદાવાદના 800માંથી 200 વ્યક્તિઓની ઘુસણખોરી પૃષ્ટિ થઈ હતી. રાજ્ય સરકારે આ લોકોને તેમના વતન પરત મોકલવાની ગુપ્ત કામગીરી હાથ ધરી હતી. તમામ ધરપકડ કરાયેલા વ્યક્તિઓને બસ મારફતે વડોદરા લઈ જવાયા અને ત્યાંથી એરક્રાફ્ટ દ્વારા તેમને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા.
આ સમગ્ર કામગીરી રાજ્ય સરકારના સીધા નિર્દેશન હેઠળ, શુદ્ધ રીતે ગુપ્ત ઓપરેશન રૂપે હાથ ધરવામાં આવી હતી. Gujarat Home Departmentના આ પગલાને અનેક લોકોએ દેશની આંતરિક સુરક્ષા માટે જરૂરી અને સાહસિક નિર્ણય ગણાવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ