રીલ્સના ચક્કરમાં અમદાવાદના 3 યુવકો કેનાલમાં ખાબક્યા, હજુ એક લાપતા
સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવાના રીલ્સના ચક્કરમાં આજકાલના યુવક યુવતીઓ પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે.

રીલ્સના ચક્કરમાં 3 યુવકોએ ગુમાવ્યો જીવ

રીલ્સના ચક્કરમાં 3 યુવકોએ ગુમાવ્યો જીવ
સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવાના રીલ્સના ચક્કરમાં આજકાલના યુવક યુવતીઓ પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. જોખમી સ્ટંટ કરતી વેળાએ કેટલાક યુવક અને યુવતીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. અમદાવાદનાં ફતેવાડી કેનાલ પાસે આવી જ એક ગોઝારી ઘટના બની છે. 3 યુવકોએ રિલ્સના ચક્કરમાં સ્ક્રોપિર્યો કાર લઇને કેનાલ સાઇડ પહોંચ્યા અને કાર કેનાલમાં ખાબકી અને ત્રણેય યુવકો કેનાલમાં ડૂબ્યા હતા. હજુ સુધી તેઓની કોઇ ભાળ મળી નથી.
માહિતી મુજબ, હજુ સુધી ત્રણેય યુવકોની કોઈ ભાળ મળી નથી. ફાયર વિભાગની 3 ટીમ યુવકોની શોધખોળમાં લાગી છે. જો કે, કેનાલની આગળ 7 કિલોમીટર દૂર તેઓના મોબાઈલનું લોકેશન મળ્યું હોવાની માહિતી મળી રહી છે. આથી, ત્યાં પણ ફાયર વિભાગની એક ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપેરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ, યુવકો અંગે કોઈ માહિતી સામે આવી નથી.
રીલ્સના ચક્કરમાં લોકો ભાન ભૂલી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લ્હાયમાં લોકો જીવને જાખમમાં મુકતા જરા પણ અચકાતા નથી. અવારનવાર સોશિયલ મીડિયા પર જોખમી સ્ટંટના વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે રીલ્સની ઘેલછા દિવસેને દિવસે વધી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.