વડોદરાના અકોટામાં પડ્યો 21 મો ભૂવો, સામાજિક કાર્યકરે આરતી કરી નોંધાવ્યો અનોખો વિરોધ
વડોદરાના અકોટામાં 21મો ભૂવો પડતાં સામાજિક કાર્યકરે આરતી કરી અને શ્રીફળ વધેરીને અનોખો વિરોધ નોંધાવ્યો.

અકોટામાં પડ્યો 21મો ભૂવો

અકોટામાં પડ્યો 21મો ભૂવો
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રસ્તાઓ પર પડતાં ભૂવાઓનું સિલસિલો હજુ સુધી અટક્યો નથી. તાજેતરમાં અકોટાના મુજમહુડા રોડ પર 21મો ભૂવો જોવા મળ્યો છે. ભૂવા પડવાના વિરોધમાં એક સ્થાનિક સામાજિક કાર્યકરે અનોખો વિરોધ નોંધાવ્યો છે - તેણે ભૂવાની આરતી ઉતારી અને શ્રીફળ પણ વધેર્યું છે.
અકોટામાં ભૂવો પડવો ફરજિયાત
સામાજિક કાર્યકરે જણાવ્યું કે, "વડોદરાના બીજાં વિસ્તારમાં ભૂવો પડે કે નહીં, પરંતુ અકોટામાં ભૂવો પડવો ફરજિયાત બની ગયો છે." ઉલ્લેખનીય છે કે, છેલ્લા વર્ષના ચોમાસા દરમિયાન અકોટાના મુજમહુડા વિસ્તારમાં ભારે ભૂવા પડ્યા હતા, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
30 વર્ષ જૂની ડ્રેનેજ લાઇન બની કારણ
ગયા વર્ષે વડોદરામાં પૂરની સ્થિતી સર્જાતા, ઘણા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. તેમાં પણ મુજમહુડામાંથી પસાર થતી 30 વર્ષ જૂની ડ્રેનેજ લાઇન જર્જરિત થઇ જતા અકોટા-મુજમહુડામાં 20થી વધુ ભૂવા પડ્યા હતા. તેમ છતાં, તાજેતરમાં 21મો ભૂવો પડતા ફરીથી લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. અહેવાલ મુજબ, આ ભૂવોનું સમારકામ કરવા તંત્રે રૂપિયા 2 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો, છતાં ભૂવો પડવાનું યથાવત છે.
મુજમહુડાથી પસાર થતી લાઇનના CRP રિહેબીલીટેશન કાર્યનો ખર્ચ અંદાજે રૂપિયા 78 કરોડ બતાવવામાં આવ્યો છે. હવે જોવાનું એ છે કે, આ કામગીરી બાદ ભૂવાઓની સમસ્યા કાયમી રીતે ઉકેલાય છે કે નહિ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!