ગુજરાતમાં 176 કરોડ નકલી નોટો જપ્ત, નોટબંધી નિષ્ફળ
10 વર્ષમાં 32.73 લાખ નકલી નોટો ઝડપાઈ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે પહોંચતાં આર્થિક સુરક્ષા પર

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી ત્યારે કેન્દ્રની ભાજપ સરકારે નકલી નોટોના કારોબારમાં રોક લાગશે તેવો દાવો કર્યો હતો. પરંતુ, ભાજપ સરકારનો આ દાવો પોકળ સાબિત થયો છે. ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષ દરમિયાન રૂપિયા 176.42 કરોડથી વધુની 32.73 લાખ નકલી ચલણી નોટો પકડાઈ છે. નકલી ચલણી નોટો પકડાવા મામલે દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે રહેતાં વિપક્ષે પણ ભાજપ સરકારને ઘેરી છે. દેશની આર્થિક સુરક્ષા રામભરોસે હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.
વર્ષ 2016માં નોટબંધી લાગુ કરવામાં આવી ત્યારે કેન્દ્રની ભાજપ સરકારે જાહેર કર્યુ હતું કે, નોટબંધીના કારણે નકલી નોટોના કારોબાર અને કાળાં નાણાં ઉપર રોક લાગશે. પરંતુ ચિત્ર ઉલટું જોવા મળી રહ્યુ છે. નોટબંધી પછી ગુજરાતમાં નકલી ચલણી નોટોનો કારોબાર ઘટવાના બદલે વધ્યો છે. નકલી ચલણી નોટના નેટવર્કને તોડવામાં કેન્દ્ર અને ભાજપની સરકાર નિષ્ફળ નિવડી હોય તેવું લાગી રહ્યું છે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલાં નકલી ચલણી નોટના આંકડાએ ગુજરાતની આર્થિક સુરક્ષાની પોલ ખોલી નાખી છે. વર્ષ 2022માં સમગ્ર દેશમાંથી પડકાયેલી કુલ નકલી ચલણી નોટોમાં ગુજરાત સૌથી અગ્રેસર રહ્યું છે. વર્ષ 2022માં દેશભરમાં પકડાયેલી કુલ નકલી નોટોમાં ગુજરાતનો હિસ્સો રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ રહ્યો હતો. તે વર્ષે રેકોર્ડ બ્રેક રૂપિયા 150 કરોડની 30 લાખથી વધુ નોટો પકડાઈ હતી. 2016માં નકલી નોટોના કારોબારને નેસ્ત નાબૂદ કરવા નોટબંધીને નિષ્ફળ પ્રયોગ કરાયો હતો. પરંતુ તેનાથી વિપરીત 500 અને 2000 રૂપિયાની નકલી ચલણી નોટોનું ચલણ વધ્યું છે.
ગુજરાત નકલી ચલણી નોટોના કારોબારમાં દેશમાં પ્રથમ નંબરે રહ્યું હોવા છતાં ગૃહ વિભાગ ગુનાખોરી ડામવાની ડીંગો હાંકી રહ્યુ હોવાનો કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ આક્ષેપ કર્યો છે. તેમણે માંગ કરી કે, માત્ર આંકડા બતાવીને સંતોષ માનવાના બદલે સરહદ ઉપર સુરક્ષા વધુ કડક બનાવવામાં આવે. નકલી નોટો પકડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે જેથી સંગઠિત ગુનાખોરીના નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય.
તેમણે ઉમેર્યુ કે, દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 11,05,400 નકલી નોટો પકડાઈ છે. 11 વર્ષમાં 6,36,992 કરોડનાં બેંક ગોટાળા થયા છે એટલે કે 416 ટકાનો વધારો થયો છે. નોટબંધી પછી છેલ્લાં 6 વર્ષમાં 500ની નકલી નોટોની સંખ્યામાં 291 ટકાનો વધારો થયો છે.
છેલ્લાં 10 વર્ષમાં પકડાયેલી નકલી ચલણી નોટોની વિગત
વર્ષ નકલી નોટોની સંખ્યા કિંમત(કરોડમાં)
2016 39,725 2.37
2017 80,519 9.00
2018 28,855 1.23
2019 44,580 3.77
2020 20,360 0.88
2021 18,102 1.01
2022 30,64,000 150
2023 20,000 5.00
2024 12,000 2.00
2025 9,000 0.8
કુલ 32,73,141 176.42
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.