આંદોલનનો 16 મો દિવસ : કાયમી ભરતીની માગણી સાથે ખેલ સહાયકો લડી લેવાના મૂડમાં
સચિવાલયમાં જવાનો પ્રયાસ કરતાં આંદોલનકારીઓની અટકાયતઃ બે આંદોલનકારીની તબિયત લથડી

છેલ્લાં 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી નહી થતાં ખેલ સહાયકોનું ભવિષ્ય ધૂંધળું

છેલ્લાં 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી નહી થતાં ખેલ સહાયકોનું ભવિષ્ય ધૂંધળું
સુરેશ વણોલ, અમદાવાદ
ગાંધીનગરમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે આંદોલન કરી રહેલા ખેલ સહાયકોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આંદોલનના 16મા દિવસે ખેલ સહાયકોએ સચિવાલય સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. ગેટ નંબર-1 ઉપર પહોંચે તે પહેલા તેમને રોકી દેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે કોઈ સંતોષકારક જવાબ નહી આપતાં આંદોલનકારીઓએ આંદોલન ઉગ્ર બનાવી નિવેડો ન આવે ત્યાં સુધી ગાંધીનગર નહી છોડવાનો નિર્ણય કર્યો છે.
વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીને લઈ છેલ્લાં 16 દિવસથી ગાંધીનગરમાં આંદોલન ચાલી રહ્યું છે. ખેલ સહાયકો મોટી સંખ્યામાં રેલી કાઢીને સચિવાલયના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યા હતા. તે સમયે પોલીસે તેમને ગેટ નંબર-1 પાસે રોકી દીધા હતા. પોલીસની કાર્યવાહીથી નારાજ થઈ આંદોલનકારીઓ રસ્તા પર બેસી ગયા હતા અને “કાયમી ભરતી કરો, કાયમી ભરતી કરો” ના નારા લગાવ્યા હતા.
આંદોલનકારી ખેલ સહાયકોની મુખ્ય માંગ છે કે રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી ભરતી થઈ નથી. કરાર આધારિત ભરતી કરીને સરકાર કાયમી ભરતી કરવાનું ટાળી રહી છે. જેનાથી ખેલ સહાયકોનું ભવિષ્ય ધૂંધળું બન્યું છે. આંદોલનકારીઓએ ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે જ્યા સુધી સરકાર કોઈ ઠોસ નિર્ણય નહીં લે ત્યા સુધી તેઓ ગાંધીનગર છોડવાના નથી. આંદોલનના કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આંદોલનકારીઓને સચિવાલય સુધી જવા નહી દેતાં ખેલ સહાયક શિક્ષકોએ રસ્તા પર જ ધરણાં ચાલુ કરી દીધા હતા. “તાનાશાહી નહીં ચલેગી” અને “અમે અમારા હક્ક માટે લડીશું” નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
આંદોલનકારીઓની સંખ્યા વધતી જોઈને કેટલીક જગ્યાએ પોલીસે લાઠીચાર્જની ચેતવણી પણ આપી હતી. ત્યારબાદ ઘણાં આંદોલનકારીઓની અટકાયત કરી પોલીસે આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર ભલે દબાણ લાવે. તેમની લડત ચાલુ રહેશે.
આંદોલનકારીઓનું કહેવું છે કે, રાજ્યમાં 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી બંધ છે. નોકરીનું કોઈ સ્થિર ભવિષ્ય ન હોવાથી કરાર આધારિત શિક્ષકોની ભરતી બંધ કરવામાં આવે. સરકાર હંમેશા રમતગમત પ્રોત્સાહનની વાત કરે છે. તે જ વર્ગની અવગણના કરી રહી છે.
ખેલ સહાયકોના આંદોલન અંગે રાજ્ય સરકાર તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. સૂત્રો પાસેથી જાણવ મળેલી હકીકત મુજબ સરકાર ચર્ચા માટે એક સમિતિ રચવાની તૈયારી કરી રહી છે. સરકાર તરફથી કોઈ સકારાત્મક નિર્ણય નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.
આ મુદ્દે સરકાર સમયસર નિવેડો નહી લાવે તો ખેલ સહાયકોની હિંમત અને સહાનુભૂતિ વધતી જશે. આંદોલન લાંબા સમય સુધી ચાલશે તો શૈક્ષણિક અને રમત ગમત ક્ષેત્ર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આંદોલનકારીઓએ રાજ્ય સરકાર સામે લડતને આગળ વધારવાની તૈયારી દર્શાવી છે. સરકાર કાયમી ભરતી અંગે કોઈ સ્પષ્ટતા નહીં આપે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.