7 થી 13 નવેમ્બર જનજાતિય ગૌરવ રથ યાત્રાનું આયોજન
બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રાનું આયોજન

બિરસા મુંડા

બિરસા મુંડા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2021માં ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ તા. 15મી નવેમ્બરને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરાયો છે. જે અન્વયે ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષ રાજ્યમાં 'જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ' તરીકે તા. 1 થી 15મી નવેમ્બર, 2025 દરમિયાન ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે.
જનજાતિય ગૌરવ રથ યાત્રાનું વિશેષ આયોજન
ઉજવણીના ભાગરૂપે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા 7થી 13 નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો છે. બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ અને આદિજાતિ વિકાસ યોજનાઓની માહિતીને નાટક, સભાઓ, સંવાદ અને વક્તૃત્વ સ્પર્ધાઓ જેવા વિવિધ માધ્યમો દ્વારા નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની જન્મજયંતિ
2 રૂટ પર કુલ1378 કિ.મી.નું ભ્રમણ
ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ જનજાતિય ગૌરવ રથ યાત્રા કુલ 14 જિલ્લાઓના 88 જેટલા ગામોમાં ભ્રમણ કરશે અને કુલ 1378 કિલો મીટરનું અંતર કાપશે. આ યાત્રાને 2 મુખ્ય રૂટમાં વિભાજિત કરવામાં આવી છે.
1. રૂટ નં-1 (ઉમરગામથી એકતાનગર): આ રૂટ 665 કિલોમીટર લાંબો છે, જેની શરૂઆત વલસાડ જિલ્લાના ઉમરગામથી થશે અને નર્મદા જિલ્લાના એકતાનગર-કેવડીયા ખાતે પૂર્ણાહૂતિ થશે.
2. રૂટ નં-2 (અંબાજીથી એકતાનગર): આ રૂટ 713 કિલોમીટર લાંબો છે, જેની શરૂઆત બનાસકાંઠા જિલ્લાના અંબાજીથી થશે અને તે પણ એકતાનગર-કેવડીયા ખાતે સમાપ્ત થશે.
આ જનજાતિય ગૌરવ રથ યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી પી.સી. બરંડાના માર્ગદર્શનમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદો, અને ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો સહભાગી થશે. રૂટ નં-1 માં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોનો સમાવેશ થાય છે, જ્યારે રૂટ નં-2 માં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. તા. 13 નવેમ્બરના રોજ બન્ને રૂટની યાત્રા નર્મદાના એકતાનગર-કેવડીયા ખાતે એકસાથે પૂર્ણ થશે, જ્યાં સમાપન સમારોહમાં અનેક મંત્રીઓ અને નેતાઓ હાજર રહેશે.
'જનજાતિય ગૌરવ રથ યાત્રા'ની વિગતો
રૂટ નં. 1 (ઉમરગામથી એકતાનગર): તા. 07/11/2025ના રોજ વલસાડના ઉમરગામથી પ્રસ્થાન કરીને પ્રથમ દિવસે ધરમપુર ખાતે રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ નવસારીના વાંસદા, તાપીના વ્યારા, નિઝર, સુરતના માંડવી, ભરૂચના ઝઘડીયા થઈને તા. 13/11/2025ના રોજ એકતાનગર-કેવડીયા ખાતે પૂર્ણાહૂતિ થશે.
રૂટ નં. 2 (અંબાજીથી એકતાનગર): તા. 07/11/2025ના રોજ બનાસકાંઠાના અંબાજીથી પ્રસ્થાન કરીને પ્રથમ દિવસે ખેડબ્રહ્મા ખાતે રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ સાબરકાંઠાના શામળાજી, મહીસાગરના સંત્રામપુર, દાહોદના લીમખેડા, પંચમહાલના પાવાગઢ, છોટાઉદેપુર થઈને તા. 13/11/2025ના રોજ ક્વાંટથી એકતાનગર-કેવડીયા આવીને સમાપન થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

15થી 17 દુકાનોમાં રહેલો કાપડનો માલ બળી ગયો હોવાનો વેપારીઓનો દાવો, એક ફાયરકર્મી ઈજાગ્રસ્ત… પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રાત્રે વીજ કનેક્શન બંધ હોવા છતાં આગ લાગી કેવી રીતે?

આસારામે 20 દિવસની રાહત માટે કોર્ટમાં કરી ખાસ દલીલ… તો પછી ગુજરાત હાઈકોર્ટે અરજી કેમ ફગાવી દીધી? રાજસ્થાનમાં પેરોલ મળ્યા બાદ ગુજરાતમાં પણ જામીનની આશા હતી, પરંતુ કોર્ટમાં શું થયું?

રીલ બનાવવાનો શોખ કે જીવ સાથે રમત? કીમ રેલવે ઓવરબ્રિજ પર 40 ફૂટ ઊંચાઈએથી એક કૂદકો માર્યો અને યુવક સીધો નીચે પટકાયો… પરંતુ પછી જે થયું તે ચોંકાવનારું છે!