ગુજરાતમાં હડતાળ કરવો પણ ગુનો, 1100 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયા
10 હજારથી વધુ કર્મચારીઓને શો કોઝ નોટીસ પણ અપાઇ

10 હજારથી વધુ કર્મચારીઓને શો કોઝ નોટીસ પણ અપાઇ

10 હજારથી વધુ કર્મચારીઓને શો કોઝ નોટીસ પણ અપાઇ
આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળને આજે દસ દિવસ પૂરા થયા છે. એસ્મા લાગુ કર્યા છતાં અને ટર્મિનેશન નોટિસ ફટકાર્યા છતાં હડતાળ પર અડગ રહેતા આરોગ્ય કર્મચારીઓ હવે લડત લડવાના મૂડમાં છે. હડતાળથી ગભરાયેલી રાજ્ય સરકારે હડતાળ પર રહેલા 1100 કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કર્યા હોવાની માહિતી મળી છે. તો અંદાજે 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ ઉપરાંત ખાતાકીય તપાસ શરૂ કરી છે. મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં 10 હજારથી વધુ કર્મચારીઓને નોટિસ ફટકારી છે.
હડતાળ વચ્ચે ગઈકાલે યૂનિયનના મહામંત્રી આશિષ બારોટને છૂટા કરવાનો આદેશ અપાયો છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતે એસ્મા હેઠળ આ કાર્યવાહી કરી છે. જેના કારણે આંદોલનકારી કર્મચારીઓમાં ભારે નારાજગી છે. હડતાળને પગલે આરોગ્ય સેવા પર ગંભીર અસર પડી છે, અને દવાખાનાઓમાં દર્દીઓને સારવાર માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.
હવે સમાચાર મળી રહ્યા છે કે સરકારે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓમાંથી આઠ જિલ્લાના અંદાજે 1100 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવાયા છે તો 4 હજારથી વધુ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસના આદેશ કર્યા છે અને તપાસને અંતે તેમની સેવાઓને ટર્નિમેટ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે આપેલા અલ્ટીમેટમ બાદ કેટલાક કર્મચારીઓ તો ફરજ પર હાજર થઇ ગયા હોવાનો દાવો કરાઇ રહ્યો છે. જો કે આમ છતાં આરોગ્ય કર્મચારી સંઘ હજું પણ મક્કમ છે અને કહ્યું છે કે 2 દિવસ દરમિયાન જો સરકાર વાટાઘાટો માટે નહીં બોલાવે તો હવે રાજ્યભરમાં આંદોલન ઉગ્ર બનાવાશે. મળેલી માહિતી મુજબ 10 હજારથી વધુ કર્મચારીઓને શો કોઝ નોટીસ પણ અપાઇ છે.
ઉલ્લેખનિય છે કે વિવિધ માંગણીના અનુસંધાનમાં ગઇ 5મી માર્ચે રાજ્યભરના આરોગ્યકર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું. 7મી માર્ચથી ઓનલાઈન-ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો. એ બાદ કર્મચારીઓ 17 માર્ચથી અચોકસ મુદતની હડતાળ પર ઊતર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.