Ahmedabad ના દ્વારકેશ ડેરી પ્રોડક્ટસમાંથી 1500 કિલો ભેળસેળયુક્ત પનીર પકડાયું
પનીર સાથે ભેળસેળ માટે વપરાતું પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ મળ્યું

ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ પરથી નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલ્યા

ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ પરથી નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલ્યા
સુરેશ વણોલ, અમદાવાદ
ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અમદાવાદ (Ahmedabad)ના કુબેરનગર વિસ્તારમાં દ્વારકેશ ડેરી પ્રોડક્ટસમાં દરોડા પાડીને 1500 કિલો ભેળસેળવાળુ પનીર પકડી પાડ્યુ છે. પનીર સાથે ભેળસેળ માટે વપરાતું પામોલીન તેલ અને ઈન્ડસ્ટ્રીયલ એસિટિક એસિડના જથ્થા સાથે રૂપિયા 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નમૂના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્રને અમદાવાદ (Ahmedabad)ના કુબેરનગર વિસ્તારમાં આદર્શ સ્કૂલની બાજુમાં આવેલા દ્વારકેશ ડેરી પ્રોડકટ્સ નામની ફર્મમાં શંકાસ્પદ અને ભેળસેળયુક્ત પનીરનું ઉત્પાદન થાય છે તેવી બાતમી મળી હતી. આ બાતમીના આધારે દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, દ્વારકેશ ડેરી પ્રોડક્ટસના માલિક લાઇસન્સ ધરાવતા હતા. પરંતુ સ્થળ પરથી પનીર સાથે પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ મળી આવ્યો હતો.
તેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પેઢીના માલિક જીજ્ઞેશ બુધાભાઈ બારોટ પાસેથી પનીર, પામોલીન ઓઈલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસીટીક એસીડ ગ્લેસીયલના નમૂના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા. જ્યારે રૂપિયા 3.15 લાખની કિંમતનો 1500 કિલો ડુપ્લીકેટ પનીરનો જથ્થો સ્થળ પર સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.