વાસણામાં 'લવ જેહાદ'નો પર્દાફાશ? 3 યુવકો ઝડપાયા
નામ બદલીને હોટલમાં લઈ જવાનો હતો પ્લાન; VHP કાર્યકર્તાઓની સફળતાથો ભાંડો ફૂટ્યો..

વાસણામાં 'લવ જેહાદ'નો પર્દાફાશ

વાસણામાં 'લવ જેહાદ'નો પર્દાફાશ
અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં ત્રણ સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી તેમની છેડતી કરવાના અને છેતરપિંડી આચરવાના કિસ્સામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
લઘુમતી સમાજના ત્રણ યુવકોએ સગીરાઓને અલગ-અલગ બગીચાઓમાં લઈ જઈ છેડતી કરી હતી અને એક સગીરાને હોટલમાં લઈ જવાના બદઈરાદાથી તેનું નકલી આધારકાર્ડ પણ બનાવડાવ્યું હતું.
VHP કાર્યકર્તાઓની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
રિવરફ્રન્ટ પર ત્રણ છોકરીઓ ત્રણ યુવકો સાથે ઉભી હતી ત્યારે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓને શંકા ગઈ હતી. પૂછપરછ દરમિયાન યુવકે છોકરીનું નામ 'નાઝીન બેગમ' હોવાનું જણાવ્યું હતું અને પુરાવા તરીકે આધારકાર્ડ પણ બતાવ્યું હતું.
જોકે, છોકરીના હાથમાં રક્ષાપોટલી (દોરો) અને ગળામાં માતાજીનું લોકેટ જોઈ કાર્યકર્તાઓને દાળમાં કંઈક કાળું હોવાનું જણાયું હતું. વધુ તપાસ કરતા સામે આવ્યું કે છોકરી હિન્દુ હતી અને તેની ઉંમર માત્ર 16-17 વર્ષ જ હતી.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ 'હોનિસ્ટા' (Honista) નામની એપ્લિકેશનનો ઉપયોગ કરીને સગીરાનું નકલી નામ અને ખોટી ઉંમર દર્શાવતું આધારકાર્ડ તૈયાર કર્યું હતું. આરોપીઓ અરવિંદ ચૌહાણ નામના શખ્સ પાસે આ બોગસ ડોક્યુમેન્ટ બનાવડાવ્યા હતા. સગીરાને હોટલમાં લઈ જવા માટે તે પુખ્ત વયની છે તેવું દર્શાવવા આ કાવતરું ઘડાયું હતું.
વાસણા પોલીસે આ મામલે અમીરઅલી શેખ, મોહમંદ સીરાજ સલમાની અને અલ્તાબ અલી અન્સારીની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ પોક્સો (POCSO) અને છેડતી તેમજ નકલી દસ્તાવેજ બનાવવાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે આરોપીઓ છેલ્લા દોઢેક વર્ષથી સગીરાઓને ઓળખતા હતા અને તેમને ફોસલાવીને અલગ-અલગ જગ્યાએ લઈ જતા હતા.
સોલા અને વાડજમાં પણ આવા જ કિસ્સા
શહેરના સોલા વિસ્તારમાં પણ મનપાના ફાયર વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા એક કર્મચારીએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ યુવકે અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. પોલીસે આ મામલે પણ આરોપીની ધરપકડ કરી તપાસ તેજ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.