પૂર્વ RBI ગવર્નર ઉર્જિત પટેલ IMFમાં ED બન્યા
ત્રણ વર્ષ માટે ઉર્જિત પટેલની IMFમાં ED તરીકે નિમણૂક, વૈશ્વિક સ્તરે નવું અધ્યાય શરૂ
ઉર્જિત પટેલ IMFમાં ED બન્યા
ઉર્જિત પટેલ IMFમાં ED બન્યા
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ઉર્જિત પટેલની આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા મંજૂર કરાયેલી આ નિમણૂક ત્રણ વર્ષના કાર્યકાળ માટે અમલમાં રહેશે.
નિમણૂકનો સત્તાવાર આદેશ
પર્સનલ મંત્રાલય દ્વારા 28 ઓગસ્ટના રોજ જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, "કેબિનેટની નિમણૂક સમિતિએ અર્થશાસ્ત્રી અને ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED)ના પદ પર ત્રણ વર્ષ માટે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે, જે પદભાર સંભાળ્યાની તારીખથી અથવા અન્ય આદેશો ન થાય ત્યાં સુધી, જે વહેલું હોય તે મુજબ લાગુ પડશે."
ડૉ. પટેલ 4 સપ્ટેમ્બર, 2016ના રોજ ભારતીય રિઝર્વ બેંકના 24મા ગવર્નર તરીકે રઘુરમ રાજન પાસેથી પદભાર સંભાળ્યો હતો. તેમણે ડિસેમ્બર 10, 2018ના રોજ અંગત કારણોસર તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં રાજીનામું આપ્યું હતું.
આ નિમણૂક ડૉ. પટેલ માટે IMFમાં પ્રથમ કાર્યકાળ નથી. 1996-1997 દરમિયાન, તેઓ IMF તરફથી સેન્ટ્રલ બેંકમાં ડેપ્યુટેશન પર હતા, જ્યાં તેમણે દેવું બજાર, બેંકિંગ ક્ષેત્રના સુધારા, પેન્શન ફંડના અપડેટ અને વિદેશી વિનિમય બજારના વિકાસ માટે સલાહ આપી હતી. 1998થી 2001 સુધી, તેમણે આર્થિક બાબતોના વિભાગ હેઠળ નાણા મંત્રાલય માટે કન્સલ્ટન્ટ તરીકે પણ સેવા આપી હતી.
IMFના એક્ઝિક્યુટિવ બોર્ડની ભૂમિકા
IMFના એક્ઝિક્યુટિવ બોર્ડ તેની દૈનિક કામગીરી માટે જવાબદાર છે. તેની સત્તાવાર વેબસાઇટ મુજબ બોર્ડમાં સભ્ય દેશો અથવા જૂથો દ્વારા ચૂંટાયેલા 24 એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે, જેનું નેતૃત્વ મેનેજિંગ ડિરેક્ટર કરે છે. આ બોર્ડ દરેક સભ્ય દેશની આર્થિક નીતિઓની સમીક્ષા કરે છે અને સભ્યોને હંગામી નાણાકીય સમસ્યાઓ હોય તો તેમને મદદ કરવા માટે IMF ફાઇનાન્સિંગને મંજૂરી આપે છે.

ક્રેડિટ ગેરંટી યોજના લોન્ચ; નાના માઈક્રોફાઇનાન્સ એકમોને થશે મોટો ફાયદો-લોન લેવી થશે આસાન

₹25 હજારની એક વખતની રાહત, પરંતુ અમલ અને જવાબદારી પર મોટાં સવાલ

'વિકસિત ભારત ૨૦૪૭' ના વિઝનને વેગ આપવા દેશની સૌથી મોટી બેંકનું મોટું પગલું.