બિગ બોસ કન્નડ-12નો સેટ કરાયો સીલ!
પ્રીમિયરના 10 દિવસમાં જ 'બિગ બોસ કન્નડ-12' બંધ, સ્ટુડિયો સીલ, 16 સ્પર્ધકોને કરાયા બહાર.

બિગ બોસ-12નો સેટ કરાયો સીલ!

બિગ બોસ-12નો સેટ કરાયો સીલ!
કન્નડના સૌથી વધુ જોવાયેલા રિયાલિટી શો 'બિગ બોસ કન્નડ-12'ના ચાહકો માટે એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. 28 સપ્ટેમ્બરના રોજ ભવ્ય પ્રીમિયર થયાના માત્ર 10 દિવસ પછી જ, આ લોકપ્રિય શોને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. શોનું શૂટિંગ જ્યાં ચાલી રહ્યું હતું તે બેદાદી સ્થિત જૉલીવુડ સ્ટુડિયો એન્ડ એડવેન્ચર્સને કર્ણાટક સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (KSPCB) દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે, જેના પગલે ચાલુ શોમાંથી ૧૬ સ્પર્ધકોને બહાર કાઢવાની ફરજ પડી છે.
પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન બન્યું કારણ
KSPCB દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે સ્ટુડિયો દ્વારા ગંભીર પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. 6 ઓક્ટોબરના રોજ સ્ટુડિયોમાં તમામ પ્રવૃત્તિઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના પછી સ્ટુડિયોને સીલ કરી દેવાયો છે.
તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ''શૂટિંગ લોકેશન પર બે મોટા ડીઝલ જનરેટર ચાલી રહ્યા હતા, જે વ્યાપક વાયુ પ્રદૂષણનું કારણ બની રહ્યા હતા. સ્થળ પર ડિસ્પોઝેબલ કપ અને પ્લેટોનો મોટો કચરો મળી આવ્યો, જેના કારણે ગંદકીનો મોટો ઢગ જમા થઈ ગયો હતો. સેટ પર સીવેજ (ગટર) વ્યવસ્થાપનની ખામીઓ પર પણ અધિકારીઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
કાયદાનું ઉલ્લંઘન: નોટિસ બાદ કાર્યવાહી
KSPCB દ્વારા સ્ટુડિયોને મોકલવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું હતું કે સ્ટુડિયોને મનોરંજન પ્રવૃત્તિઓ ચલાવવા માટે જરૂરી સ્થાપનાની પરવાનગી (Consent for Establishment) અને ઓપરેશનની મંજૂરી લેવામાં આવી નહોતી. આ ઉલ્લંઘન જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ, 1974 અને વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ, 1981ની વિરુદ્ધ હતું.
આદેશનું તાત્કાલિક પાલન ન થતાં, સ્ટુડિયો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ નિર્ણય બાદ કસ્તૂરી કર્ણાટક જનપારા વેદિકેના કાર્યકર્તાઓએ પણ શોના સેટની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અભિનેતા કિચ્ચા સુદીપ દ્વારા હોસ્ટ કરાતા આ શોને અધવચ્ચે અટકાવી દેવાતા કલર્સ કન્નડ ચેનલ અને જિયો હોટસ્ટાર પર તેના પ્રસારણ પર અસર પડી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.