રશ્મિકા અને વિજય દેવરકોંડાના લગ્નની અટકળો તેજ
રશ્મિકા મંદાના એ વિજય સાથે સગાઈના સવાલ પર હસીને 'હવે તો સૌ કોઈ જાણે છે' તેવો જવાબ આપ્યો

રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાના
સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાની દમદાર ઓળખ બનાવનારી અને નેશનલ ક્રશ તરીકે જાણીતી રશ્મિકા મંદાના હાલમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી હિટ ફિલ્મ 'થામા' માટે ચર્ચામાં છે, જેણે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે. જોકે, હાલમાં રશ્મિકા મંદાના ફિલ્મો કરતાં તેની અંગત જિંદગીને લઈને વધુ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીની વિજય દેવરકોંડા સાથેની સગાઈના સમાચારો ખૂબ વાયરલ થઈ રહ્યા છે, અને હવે રશ્મિકા મંદાના એ પોતે જ તેના પર પ્રતિક્રિયા આપીને આ અટકળોને મજબૂત કરી છે.
'હવે તો સૌ કોઈ જાણે છે': રશ્મિકા
થોડા દિવસો પહેલાં રશ્મિકા મંદાનાના હાથમાં ડાયમંડ રિંગ જોઈને ચાહકોએ અંદાજો લગાવ્યો હતો કે, તેણે સગાઈ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જ્યારે રશ્મિકા મંદાના તેની ફિલ્મ 'થામા'ના પ્રમોશન માટે પહોંચી, ત્યારે તેને વિજય દેવરકોંડા સાથેની સગાઈ અંગે સવાલ પૂછવામાં આવ્યો. તેના જવાબમાં અભિનેત્રીએ હસીને કહ્યું કે, "હવે તો સૌ કોઈ જાણે છે." આ જવાબથી ચાહકોની ખુશી વધી ગઈ છે. તાજેતરમાં જ ફિલ્મ "ધ ગર્લફ્રેન્ડ"ના ટ્રેલર લૉન્ચ દરમિયાન પ્રોડ્યુસર અલ્લુ અરવિંદે પણ મજાક કરતાં વિજયનું નામ લીધું હતું, જે સાંભળીને રશ્મિકા મંદાના હંસી પડી હતી. આનાથી ચાહકોને ખાતરી થઈ ગઈ છે કે, આ બન્ને કલાકારો વચ્ચે કંઈક ખાસ ચાલી રહ્યું છે.
ફેબ્રુઆરી 2026માં લગ્નનના પ્લાનિંગનો અંદાજ
અહેવાલો અનુસાર, રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા એ સગાઈ કરી લીધી છે. આ સાથે જ એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે, આ જોડી હવે ફેબ્રુઆરી 2026માં લગ્નનું પ્લાનિંગ કરી રહી છે. મળતી માહિતી મુજબ, તેમના લગ્ન એક પ્રાઈવેટ સેરેમની હશે, જેમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રોનો જ સમાવેશ થશે. જોકે, કપલે હજી સુધી લગ્નની તારીખને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તેમના નજીકના સૂત્રોએ આ સમાચારની પુષ્ટિ કરી છે. રશ્મિકા અને વિજયને ટોલીવુડના સૌથી ફેમસ કપલમાંથી એક માનવામાં આવે છે. બન્નેએ સુપરહિટ ફિલ્મો 'ગીતા ગોવિંદમ' અને 'ડિયર કોમરેડ' માં સાથે કામ કર્યું છે, જ્યાં તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવી હતી.
2017માં રક્ષિત શેટ્ટી સાથે કરી હતી સગાઈ
અગાઉ, રશ્મિકા મંદાના એ 2017માં એક્ટર રક્ષિત શેટ્ટી સાથે સગાઈ કરી હતી, પરંતુ થોડા સમય પછી બન્નેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. હવે રશ્મિકા મંદાના વિજય દેવરકોંડા સાથે પોતાના નવા સંબંધની શરૂઆત કરવા જઈ રહી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ચાહકોમાં ખૂબ એક્સાઈટમેન્ટ જોવા મળી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.