શેફાલીના મોત પર પોલીસનું નિવેદન
'સત્યનારાયણની કથા માટે આખો દિવસ ઉપવાસ કર્યો, રાતે વાસી ભોજન લેતાં ઢળી પડી'; 'રૂમમાંથી અનેક દવાઓ પણ મળી'

શેફાલીના મોત પર પોલીસનું નિવેદન

શેફાલીના મોત પર પોલીસનું નિવેદન
મનોરંજન જગતને શોકમાં ગરકાવ કરનાર 'કાંટા લગા ગર્લ' શેફાલી જરીવાલાનું 27 જૂનના રોજ મુંબઈમાં 42 વર્ષની વયે અવસાન થયું. શરૂઆતના અહેવાલો અનુસાર, એક્ટ્રેસને કાર્ડિયેક અરેસ્ટ આવતાં તેના પતિ પરાગ ત્યાગી અને અન્ય ત્રણ લોકો તેને બેલેવ્યૂ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હવે આ કેસમાં એક નવો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બ્લડપ્રેશરમાં ઝડપી ઘટાડો અને હાર્ટ-એટેકને મૃત્યુનું કારણ ગણાવવામાં આવી રહ્યું છે.
શેફાલીના મોત પર પોલીસનું નિવેદન અને તપાસપોલીસે જણાવ્યું હતું કે શેફાલીએ સત્યનારાયણની પૂજા માટે ઉપવાસ કર્યો હતો. તેના પતિ પરાગ ત્યાગીએ પોલીસને જણાવ્યું હતું કે એક દિવસ પહેલાં બનાવેલું વાસી ખાવાનું ખાધા પછી તે અચાનક ઢળી પડી હતી. પોલીસે એક્ટ્રેસના પતિ અને પરિવારના સભ્યો સહિત કુલ 14 લોકોનાં નિવેદન નોંધ્યાં છે.
ઉપરાંત, એક્ટ્રેસના રૂમમાંથી પોલીસને એન્ટી-એજિંગ (યુવાન દેખાવા માટે) દવાઓનાં બે બોક્સ, વિટામિન અને સ્કિનને ગ્લો કરવાની દવાઓ પણ મળી હતી. શેફાલીને આ દવાઓ વર્ષો પહેલાં ડોક્ટરની સલાહ પર આપવામાં આવી હતી અને ત્યારથી તે દર મહિને આ સારવાર લઈ રહી હતી. જોકે, HTના રિપોર્ટ્સ પ્રમાણે, શેફાલીના પરિવારે કહ્યું હતું કે તે ડોક્ટરની સલાહ લીધા વિના દવાઓ લઈ રહી હતી, પરંતુ તેને ક્યારેય કોઈ સમસ્યા થઈ નહોતી.
શેફાલીનું પોસ્ટમોર્ટમ કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ 5 ડોક્ટરની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે અને એનો પ્રારંભિક રિપોર્ટ આજે આવે એવી શક્યતા છે.
કોણ હતી શેફાલી જરીવાલા?ગુજરાતી પરિવારમાં જન્મેલી અને આણંદમાં IT એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારી શેફાલી જરીવાલા 2002માં આવેલું ‘કાંટા લગા...’ રિમિક્સ ગીતથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ ગીતે તેને ખૂબ જ લોકપ્રિયતા અપાવી હતી. 'કાંટા લગા...'ની સફળતા બાદ શેફાલીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. તેણે 2004માં 'મુજસે શાદી કરોગી' ફિલ્મમાં સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ સાથે એક નાની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, તેણે ઘણા મ્યુઝિક વીડિયો અને ટેલિવિઝન શોમાં કામ કર્યું. તે રિયાલિટી શો 'બિગ બોસ'ની 13મી સિઝનમાં પણ જોવા મળી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.