'ડોનાલ્ડ ટ્રમ્પ મારા અસલી પિતા છે'! : રાખી સાવંત
આદિલ સાથેના વિવાદો વચ્ચે, રાખી સાવંતે મજાકમાં ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના પિતા ગણાવ્યા

રાખી સાવંત

રાખી સાવંત
સોશિયલ મીડિયા ક્વીન રાખી સાવંત ફરી એકવાર પોતાની વિચિત્ર અને બેબાક ટિપ્પણીઓને કારણે ચર્ચામાં છે. દુબઈથી મુંબઈ પરત ફર્યા બાદ રાખી સાવંતે પેપારાઝી સાથેની વાતચીતમાં એક મજાકીયા અને ચોંકાવનારો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે, મારી માતા હવે આ દુનિયામાં નથી. તેમણે મારા માટે એક ચિઠ્ઠી છોડી હતી, જેમાં લખ્યું હતું કે 'તારા અસલી પિતા તો ડોનાલ્ડ ટ્રમ્પ છે.' આ ટિપ્પણીથી ત્યાં હાજર મીડિયા હસી પડ્યું હતું. જ્યારે એક રિપોર્ટરે તેમને ટ્રમ્પ દ્વારા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરેશાન કરવા અંગે ચીડવ્યા, ત્યારે રાખીએ સાવંતે તરત જ જવાબ આપ્યો હતો, 'બહુ-બહુ આભાર. મારાથી પંગો ન લો.' રાખી સાવંતની આ પ્રકારની ટિપ્પણીઓ તેમને હંમેશા લાઈમલાઈટમાં રાખે છે.
દુબઈમાં શિફ્ટ થવાનું ભાવુક કારણ
સામાન્ય મજાકીયા મૂડથી હટીને, રાખી સાવંતે ભાવુક થઈને જણાવ્યું કે, શા માટે તેમણે ભારત છોડીને દુબઈમાં શિફ્ટ થવું પડ્યું. તેમણે ખુલાસો કર્યો કે, કેન્સરને કારણે પોતાના માતા-પિતા બન્નેને ગુમાવ્યા પછી, તે મીડિયાની નજરથી દૂર રહેવા અને એક નવી શરૂઆત કરવા માંગતી હતી. રાખી સાવંતે કહ્યું કે, "હું તમારા બધાથી છુપાવવા માંગતી હતી, તેથી હું દુબઈ જતી રહી." અહેવાલો અનુસાર, રાખી સાવંતે દુબઈમાં એક આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યું છે અને તે અલ કરામામાં એક એક્ટિંગ એકેડમી શરૂ કરવા સહિતના નવા વ્યવસાયિક સાહસો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ એક્ટિંગ એકેડમીનો ઉદ્દેશ મધ્ય પૂર્વના મહત્વાકાંક્ષી કલાકારોને તાલીમ આપવાનો છે, જેઓ બોલિવૂડમાં કામ કરવાનું સ્વપ્ન જુએ છે.
આ પણ વાંચો: રાખી સાવંતનો એક્સ પતિ પાકિસ્તાની અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગે છે
આદિલ ખાન દુર્રાની સાથેના વિવાદો
રાખી સાવંતનું અંગત જીવન ભૂતકાળમાં વિવાદોથી ભરેલું રહ્યું છે. તે તેમના પૂર્વ પતિ આદિલ ખાન દુર્રાની સાથે કડવા છૂટાછેડા અને અનેક કાયદાકીય સંઘર્ષોમાં ઊલઝેલી રહી છે. રાખીએ સાવંતે આદિલ પર નાણાકીય ગેરવહીવટ, ઘરેલુ હિંસા અને જબરન વસૂલીના આરોપો લગાવ્યા હતા.
સંપત્તિમાં છેતરપિંડી અને બેવફાઈનો આરોપ
બીજી તરફ, આદિલ ખાન દુર્રાનીએ પણ રાખી સાવંતે સંપત્તિમાં છેતરપિંડી અને બેવફાઈનો આરોપ લગાવ્યો હતો, આ સાથે જ દાવો કર્યો હતો કે, રાખીએ સાવંતે તેના અંગત વીડિયો લીક કર્યા હતા. કેટલાક વિવેચકોએ ધરપકડથી બચવા માટે વિદેશ ગયાનું કહ્યું હતું, પરંતુ રાખી સાવંતે હંમેશા નવા કરિયરની તકોને તેનું મુખ્ય કારણ ગણાવ્યું છે. આ વિવાદો છતાં, રાખી સાવંતે દુબઈમાં પોતાની નવી શરૂઆત કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.