લેડી ગાગા સ્ટેજ પર બે વાર લથડીને પછી ધડામ દઈને પડી
સ્ટેજ પર જતી વખતે બે વખત લથડી, પછી ધડામ દઈ પડી, કેમેરામેન પણ માંડ માંડ બચ્યો

લેડી ગાગા

લેડી ગાગા
અમેરિકન સિંગર, મ્યુઝિશિયન અને એક્ટ્રેસ લેડી ગાગાનો લાસ વેગાસ કોન્સર્ટમાંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં લેડી ગાગા સ્ટેજ પર જતી વખતે ગોથું ખાઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર લેડી ગાગા જ નહીં, પરંતુ તેનો કેમેરામેન પણ પડતાં-પડતાં માંડ બચે છે.

લેડી ગાગા બ્લેક આઉટફિટ્સમાં સંપૂર્ણ સ્વેગ સાથે એન્ટ્રી કરે છે અને "વેનિશ ઇનટુ યુ" ગીત ગાતી હોય છે. તે પબ્લિક બેરિકેડ્સની વચ્ચે ઊભી હતી. સિંગરની એન્ટ્રી સમયે કેમેરામેન લપસી જાય છે, અને લેડી ગાગા તેને પકડી લે છે.

જોકે, આ પછી પણ મુશ્કેલી ઓછી થતી નથી. થોડા ડગલાં ચાલ્યા પછી લેડી ગાગાનો પગ લપસી જાય છે. તે કોઈક રીતે પોતાને સંભાળવામાં સફળ રહે છે, પરંતુ લથડ્યાં ખાતાં-ખાતાં 4-5 ડગલાં ચાલ્યા બાદ તે ધડામ દઈને નીચે પડે છે. આ દ્રશ્ય જોઈને નજીકમાં હાજર ફેન્સ પણ ચોંકી જાય છે. સિંગરની ટીમ તરત જ તેને ટેકો આપે છે અને ઊભી કરે છે, ત્યાર બાદ તે સ્ટેજ પર પહોંચે છે.
6 વર્ષ પહેલાં પણ બની હતી આવી ઘટનાનોંધનીય છે કે વર્ષ 2019માં પણ લાસ વેગાસમાં એક પર્ફોર્મન્સ દરમિયાન લેડી ગાગા સ્ટેજ પરથી પડી ગઈ હતી. તે સમયે, પર્ફોર્મન્સ દરમિયાન લેડી ગાગા એક પુરુષના ખોળામાં બેઠી હતી. તે વ્યક્તિ સ્ટેજ પર પોતાનું સંતુલન ગુમાવી બેસે છે, જેના કારણે તે એક્ટ્રેસને લઈને સીધો ફેન્સની ભીડમાં પડે છે. ત્યાં હાજર ફેન્સે સિંગરને ટેકો આપીને ઉપર ઉઠાવી હતી.

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.