કુમાર સાનુની AI ક્લોનિંગ સામે કોર્ટમાં અરજી
'પર્સનાલિટી રાઇટ્સ'નું રક્ષણ જરૂરી બન્યું, AIનો ગેરલાભ સામે સાનુએ લીધો કાયદાનો સહારો

કુમાર સાનુની AI ક્લોનિંગ સામે કોર્ટમાં અરજી

કુમાર સાનુની AI ક્લોનિંગ સામે કોર્ટમાં અરજી
ભારતીય પ્લેબેક સિંગર કુમાર સાનુએ તેમના 'પર્સનાલિટી રાઇટ્સ'ના સંરક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો છે. સિંગરની આ અરજીમાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તેમના અવાજ, શૈલી અને છબીના અનધિકૃત ઉપયોગ સામે રક્ષણ માંગવામાં આવ્યું છે. આ કેસની સુનાવણી સોમવારે ન્યાયમૂર્તિ મનમીત પ્રિતમ સિંહ અરોરા સમક્ષ થશે.
અવાજનું AI ક્લોનિંગ- મુખ્ય ચિંતા
કુમાર સાનુએ તેમની અરજીમાં તેમના નામ, અવાજ, ગાયકીની શૈલી, છબી, હાવભાવ, હસ્તાક્ષર અને અન્ય વિશેષતાઓના અનધિકૃત ઉપયોગ સામે કાયમી રક્ષણની માંગ કરી છે.
સિંગરની મુખ્ય ચિંતા નીચે મુજબ, AIનો ઉપયોગ કરીને તેમના અવાજ, ગાયન શૈલી અને અભિવ્યક્તિનું ક્લોનિંગ કરીને કન્ટેન્ટ બનાવવામાં આવે છે જે કૉપિરાઇટ એક્ટ, 1959ની કલમ 38બી હેઠળ મળેલા તેમના 'નૈતિક અધિકારો'નું ઉલ્લંઘન થાય છે. તેમના પર્ફોર્મન્સ અને અવાજનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા GIF, સાઉન્ડ અને વીડિયો રેકોર્ડિંગ્સ તેમને બદનામ કરે છે અને અણગમતા હાસ્ય'નો વિષય બનાવે છે.
આવા અનધિકૃત વીડિયો અને મર્ચેન્ડાઇઝ Facebook, Instagram અને YouTube જેવી સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર અપલોડ કરવામાં આવે છે, જે ક્લિક્સ કે વ્યુઝના આધારે આવક ઊભી કરે છે, જેનો લાભ પક્ષકારોને થાય છે.
આ કેસમાં કુમાર સાનુએ કેટલાક જાણીતા પક્ષકારોની સાથે સાથે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પણ દાવો દાખલ કર્યો છે. તેમનો આરોપ છે કે આ કૃત્યો તેમના પર્સનાલિટી અથવા પબ્લિસિટી રાઇટ્સનું ઉલ્લંઘન છે.
હાઈકોર્ટ દ્વારા તાજેતરના કેસોમાં રક્ષણ
કુમાર સાનુ દ્વારા એડવોકેટ શિખા સચદેવા અને સના રઈસ ખાન મારફતે આ દાવો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં પત્રકાર સુધીર ચૌધરીના વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ કર્યું હતું, જેમણે તેમની વિરુદ્ધ ફેલાવવામાં આવેલા AI-જનરેટેડ વીડિયો સામે રાહત માંગી હતી. આ ઉપરાંત, અગાઉ હાઈકોર્ટે શ્રી રવિશંકર, અભિનેતા નાગાર્જુન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને ફિલ્મ નિર્માતા કરણ જોહરના પર્સનાલિટી રાઇટ્સને પણ સુરક્ષા આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.