રીલના રસિયાઓ માટે મોટા સમાચાર, નહીં દુખે આંગળા
ઇન્સ્ટાગ્રામ લાવી રહ્ય છે નવું 'ઓટો-સ્ક્રોલ' ફીચર: જેનાથી લોકોને થશે રીલ જોવામાં ફાયદો

ઇન્સ્ટાગ્રામમાં આવ્યુ નવુ ફિચર

ઇન્સ્ટાગ્રામમાં આવ્યુ નવુ ફિચર
ઇન્સ્ટાગ્રામ, જે રીલ્સના કારણે કરોડો યુઝર્સની દૈનિક આદત બની ગયું છે, તેણે હવે યુઝર્સની સુવિધા માટે એક નવું અને રસપ્રદ ફીચર 'ઓટો-સ્ક્રોલ' લોન્ચ કર્યું છે. આ ફીચરનો મુખ્ય હેતુ રીલ્સ જોવાનો અનુભવ વધુ સરળ અને હેન્ડ્સ-ફ્રી બનાવવાનો છે, જેથી રીલ્સ જોતી વખતે યુઝર્સે વારંવાર સ્ક્રીન પર આંગળીનો ઉપયોગ કરીને રીલ બદલવાની જરૂર ન પડે. મેટાની જ અન્ય એપ્લિકેશન થ્રેડ્સ પર એક યુઝર દ્વારા આ ફીચરના સ્ક્રીનશોટ શેર કરીને તેની જાણકારી આપવામાં આવી છે.
કેવી રીતે કામ કરશે આ ફીચર?
'ઓટો-સ્ક્રોલ' ફીચર સક્રિય કર્યા પછી, એક રીલ પૂરી થયા બાદ ઇન્સ્ટાગ્રામ આપમેળે આગલી રીલ શરૂ કરી દેશે. અગાઉ, રીલ પૂરી થયા પછી તે ફરીથી રિપીટ થતી હતી, પરંતુ હવે આ ફીચરથી યુઝર્સને સીધા જ નવી રીલ જોવા મળશે. ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને કેટલાક યુઝર્સ તેનો લાભ પણ લઈ રહ્યા છે. જોકે, હજુ સુધી આ ફીચર બધા જ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી, પરંતુ ટૂંક સમયમાં જ તે દરેક માટે રોલઆઉટ કરવામાં આવશે.
કોને થશે ફાયદો?
આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ રીલ્સ જોવામાં ઘણો સમય વિતાવે છે. આ ઉપરાંત, જે યુઝર્સને વારંવાર રીલ બદલવાની કંટાળાજનક પ્રક્રિયાને કારણે રીલ્સ જોવી ગમતી નથી, તેમને પણ આ ફીચર ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર આકર્ષવામાં મદદરૂપ થશે. 'ઓટો-સ્ક્રોલ' એક વૈકલ્પિક ફીચર છે, જે યુઝર્સ પોતાની અનુકૂળતા મુજબ સેટિંગ્સમાં જઈને ચાલુ કે બંધ કરી શકશે. જોકે, રીલ જોતી વખતે યુઝરને કોઈ રીલ પસંદ ન આવે તો તે તેને અડધેથી સ્વાઇપ કરીને બદલી શકશે.
યુઝરની સુવિધા કે કંપનીનો લાભ?
ભલે આ ફીચર યુઝર્સની સરળતા માટે હોવાનો દાવો કરવામાં આવતો હોય, પરંતુ વાસ્તવિકતામાં તેનો સૌથી મોટો ફાયદો ઇન્સ્ટાગ્રામ (અને મેટા) ને થવાની શક્યતા છે. જ્યારે 'ઓટો-સ્ક્રોલ' ફીચર ચાલુ હશે, ત્યારે ઘણા યુઝર્સ કદાચ રીલને અડધેથી સ્વાઇપ કરવાનું ટાળશે, જેના પરિણામે રીલ્સ જોવાનો કુલ સમય વધી શકે છે. આ ઉપરાંત, જે યુઝર્સ સ્વાઇપ કરવાના આળસને કારણે રીલ્સથી દૂર રહેતા હતા, તેમને પણ આ પ્લેટફોર્મ પર ખેંચી શકાશે. આમ, આ ફીચર યુઝર્સને વધુ "હેન્ડ્સ-ફ્રી એક્સપિરિયન્સ" આપશે, પરંતુ સાથે જ કંપની માટે પ્લેટફોર્મ પર યુઝર એંગેજમેન્ટ અને વિતાવેલા સમયમાં વધારો કરવાનો એક અસરકારક માર્ગ પણ બની રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.