'અત્ર તત્ર સર્વત્ર બધું હું જ છું,' વશ લેવલ 2
વશ લેવલ 2નું ટીઝર રિલીઝ, પહેલા ભાગ સાથે વાર્તાનો ખાસ સંબંધ

'વશ લેવલ 2'નું ટીઝર રિલીઝ!

'વશ લેવલ 2'નું ટીઝર રિલીઝ!

ગુજરાતી સિનેમાના જાણીતા નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિક તેમની હોરર-થ્રિલર ફિલ્મ 'વશ'ની સિક્વલ, 'વશ લેવલ 2' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર લોન્ચ થઈ ગયું છે, જે દર્શકોમાં ઉત્તેજના જગાવી રહ્યું છે. આ ફિલ્મ આગામી 17 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે અને તે પહેલા ભાગની વાર્તા સાથે જોડાયેલી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
'વશ'ની સફળતા અને 'શેતાન' રિમેક10 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'વશ' એ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી હતી. જાનકી બોડીવાલા અભિનીત આ ફિલ્મ બ્લેક મેજિક અને સસ્પેન્સથી ભરપૂર હતી. હિતુ કનોડિયા અને હિતેન કુમારના પાત્રોએ ખાસ છાપ છોડી હતી, જેમાં હિતેન કુમાર એક બ્લેક મેજિક કરનાર વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા હતા જેમણે જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી લીધી હતી. ફિલ્મ અંત સુધી દર્શકોને જકડી રાખવામાં સફળ રહી હતી.
'વશ'ની સફળતાને જોતા, આ ફિલ્મની બોલિવૂડમાં પણ રિમેક બનાવવામાં આવી હતી, જેનું નામ 'શેતાન' રાખવામાં આવ્યું હતું. 'શેતાન'માં પણ જાનકી બોડીવાલાએ જ ભૂમિકા ભજવી હતી, જોકે તેનો અંત 'વશ'થી અલગ હતો. 'શેતાન'માં હિતુ કનોડિયાની જગ્યાએ અજય દેવગણ અને હિતેન કુમારનો રોલ આર. માધવને ભજવ્યો હતો.
'વશ 2'નું ભયાનક ટીઝર અને સ્ટોરી લાઈનપહેલા ભાગની આ અભૂતપૂર્વ સફળતા બાદ, નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિકે આ ફિલ્મનો બીજો ભાગ તૈયાર કર્યો છે. લોન્ચ થયેલું ટીઝર સૂચવે છે કે 'વશ 2' પહેલા ભાગની સ્ટોરી સાથે સીધી રીતે જોડાયેલી છે. હિતુ કનોડિયા અને હિતેન કુમાર પણ આ સિક્વલમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ટીઝર જોયા પછી ચોક્કસ કહી શકાય કે આ ફિલ્મ પહેલા કરતા પણ વધુ ડરાવણી અને રોમાંચક બની શકે છે.
ફિલ્મની વાર્તા પણ કૃષ્ણદેવ યાજ્ઞિકે જ લખી છે. ટીઝર મુજબ, વશ 2'ની સ્ટોરી એક ગર્લ્સ સ્કૂલ સાથે સંકળાયેલી છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પર બ્લેક મેજિકનો પ્રયોગ કરવામાં આવ્યો હોય અને તેઓ બહાર નીકળીને લોકો પર હુમલો કરતી જોવા મળે છે. જોકે, આ ફક્ત ટીઝર છે; ફિલ્મનું ટ્રેલર હજુ લોન્ચ થવાનું બાકી છે, જે દર્શકોની ઉત્સુકતા વધુ વધારશે.
દર્શકો હવે 'વશ 2' ફિલ્મના ટ્રેલર અને 17 ઓગસ્ટના રોજ થિયેટરોમાં તેના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.