બિગ બોસ 19માં 'હબુબુ' રોબોટની એન્ટ્રી? UAEની AI ઢીંગલી કરશે ઘરકામ!
બિગ બોસની 19મી સિઝનમાં UAEથી ખાસ રોબોટ 'હબુબુ'ની એન્ટ્રીની ચર્ચા ચાલી રહી છે, જે શોમાં એક નવો ટ્વિસ્ટ લાવી શકે છે.

બિગ બોસ 19માં 'હબુબુ' રોબોટની એન્ટ્રી?

બિગ બોસ 19માં 'હબુબુ' રોબોટની એન્ટ્રી?
બિગ બોસને લઈને દર વર્ષે કોઈને કોઈ નવી ચર્ચા થતી રહે છે, પરંતુ આ વખતે કંઈક સાવ અલગ જ થવાનું છે! બિગ બોસની 19મી સિઝનમાં UAEથી ખાસ રોબોટ 'હબુબુ'ની એન્ટ્રીની ચર્ચા ચાલી રહી છે, જે શોમાં એક નવો ટ્વિસ્ટ લાવી શકે છે.
શું છે આ રોબોટ 'હબુબુ'?બિગ બોસ 19માં UAEની રોબોટ ઢીંગલી 'હબુબુ'ની એન્ટ્રીની વાત ચાલી રહી છે. આ રોબોટની સૌથી મોટી વિશેષતા એ છે કે હબુબુ 7 ભાષાઓ બોલી શકે છે, જેમાં હિન્દી, અંગ્રેજી, અરેબિક અને અન્ય ભાષાઓ પણ શામેલ છે. શુદ્ધ હિન્દી બોલવાની ક્ષમતા હોવાથી આ રોબોટ ભારતના દર્શકો સાથે સરળતાથી જોડાઈ શકશે.
હબુબુ માત્ર વાતચીતમાં જ નહીં, પરંતુ કુકિંગ (રસોઈ) અને ક્લિનિંગ (સફાઈ) જેવા ઘરકામમાં પણ નિષ્ણાત છે. એવું માનવામાં આવે છે કે બિગ બોસના ઘરમાં જે રૂટિન કામોને લઈને હંમેશા ઝઘડા થાય છે, તેને લઈને હબુબુ ખાસ મદદ કરશે અને ઘરનું વાતાવરણ સુધારવામાં ફાળો આપશે.
માનવ જેવી AI ટેકનોલોજીહાલમાં આ વિગતો સામે આવી છે કે આ રોબોટને UAEના 'બ્રેઇન માર્કેટ' નામના રોબોટિક્સ પ્લેટફોર્મે તૈયાર કર્યું છે. હબુબુને બનાવવા પાછળ માનવ જેવી સ્માર્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) લગાવવામાં આવી છે, જે લોકોને સાથે વાત કરતા શીખી શકે છે અને તેમની આદતોને યાદ રાખી શકે છે.
તો હવે જોવું રહ્યું કે રિયાલિટી શોમાં માનવ કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે આ AI કન્ટેસ્ટન્ટ કેટલો સમય ટકી શકે છે અને દર્શકોને કેટલો મનોરંજન પૂરો પાડે છે!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.