આસામના કચર જિલ્લામાં મહિલા પર બળાત્કાર, બાળકોની સામે એસિડ એટેક
પીડિતાનો પાડોશી તેના ઘરમાં ઘૂસી ગયો હતો.

આરોપી હાલમાં ફરાર છે. પોલીસ દ્રારા આરોપીની શોધખોળ ચાલુ છે

આરોપી હાલમાં ફરાર છે. પોલીસ દ્રારા આરોપીની શોધખોળ ચાલુ છે
આસામના કચર જિલ્લામાં ૩૦ વર્ષીય મહિલા પર તેના બે બાળકોની સામે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેના પર એસિડ રેડવામાં આવ્યો હતો, ૨૮ વર્ષીય આરોપી પીડિતાનો પાડોશી છે જે પીડિતાના ઘરમાં ઘૂસી ગયો હતો. અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
પોલીસના જણાવ્યા અનુસાર, બંને વચ્ચે શાબ્દિક ઝઘડો થયો હતો, જે દરમિયાન પીડિતાએ તેના પાડોશીને ગાળો આપી હતી. કલાકો પછી, જ્યારે તેનો પતિ બહાર હતો ત્યારે આરોપી બળજબરીથી મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો.
જ્યારે પીડિતાનો પતિ ઘરે પાછો ફર્યો, ત્યારે તેણે તેની પત્નીને ફ્લોર પર મોં, હાથ અને પગ બાંધેલી હાલતમાં જોયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેના શરીર પર એસિડ જેવું પદાર્થ પણ રેડવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલાને તાત્કાલિક સિલચર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને તેની હાલત ગંભીર છે.
આરોપી હાલમાં ફરાર છે. પોલીસ દ્રારા આરોપીની શોધખોળ ચાલુ છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!