પોતાની લાજ બચાવવા યુવતી કાર લઇને ભાગી પણ.....
પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી

પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી

પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી
પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક 27 વર્ષીય મહિલા નશામાં ધૂત યુવાનોથી બચવાનો પ્રયાસ કરતી વખતે ભયંકર અકસ્માતનો ભોગ બની અને તેનું મોત થયું. પોલીસે આ માહિતી આપી. પોલીસે જણાવ્યું હતું કે બીજા વાહનમાં કેટલાક યુવાનો મહિલાની કારનો પીછો કરી રહ્યા હતા અને આ યુવતી વ્યવસાયે ઇવેન્ટ મેનેજર કમ ડાન્સર છે. પોલીસે જણાવ્યું કે, પીડિતાની ઓળખ સુચન્દ્ર ચટ્ટોપાધ્યાય તરીકે થઈ છે, જે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ચંદ્રનગરની રહેવાસી છે. વાહનમાં સવાર અન્ય ચાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી.
આરોપી યુવકો ફરાર
પોલીસે જણાવ્યું કે આરોપી યુવકો હજુ પણ ફરાર છે, જોકે અમે તેમનું વાહન જપ્ત કરી લીધું છે. પોલીસ તેમને શોધી રહી છે અને ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે. કાર ડ્રાઈવર રાજદેવ શર્મા દ્વારા પોલીસ અને મીડિયાને આપવામાં આવેલા નિવેદન મુજબ, ચટ્ટોપાધ્યાય રવિવારે મોડી રાત્રે ચંદનનગરથી બિહારના ગયા જવા માટે તેના કેટલાક મિત્રો સાથે એક કાર્યક્રમ માટે નીકળી હતી. દરમિયાન, આ અકસ્માત પાનાગઢમાં સવારે લગભગ 3 વાગ્યે થયો હતો.
આરોપીઓએ પેટ્રોલ પંપથી પીછો શરૂ કર્યો
ડ્રાઈવરે કહ્યું કે અમે પૂર્વ વર્ધમાન જિલ્લાના બુડબુડમાં નેશનલ હાઈવે પર એક પેટ્રોલ પંપ પર કારમાં પેટ્રોલ ભરવા માટે રોકાયા હતા, ત્યારે બીજી કારમાં કેટલાક નશામાં ધૂત યુવાનો પણ ત્યાં પહોંચી ગયા. પેટ્રોલ પંપ પર જ તેઓએ મહિલાઓને હેરાન કરવાનું અને અમારી સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. પરંતુ, અમે તેમની અવગણના કરી અને અમારા ગંતવ્ય સ્થાન તરફ આગળ વધ્યા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મહિલા અને તેના મિત્રોએ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યું હતું. જે બાદ 5 લોકો સાથે આવતી સફેદ કારે તેમનો પીછો કરવાનું શરૂ કર્યું. અધિકારીએ જણાવ્યું કે સુચન્દ્રાની કાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પહોંચતાની સાથે જ બીજી કારમાં સવાર લોકોએ તેના પર અભદ્ર ટિપ્પણીઓ કરવાનું અને બેદરકારીથી વાહન ચલાવવાનું શરૂ કર્યું. આ પછી, આરોપીના વાહનથી બચવાનો પ્રયાસ કરતી વખતે, સુચન્દ્રની કાર ખતરનાક રીતે રોડ ડિવાઇડર સાથે અથડાઈ અને પલટી ગઈ.
પોલીસે કાર જપ્ત કરી
અધિકારીએ વધુમાં જણાવ્યું કે આગળની સીટ પર બેઠેલી સુચંદ્રને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. સુચન્દ્રની કાર અકસ્માતગ્રસ્ત થતાં જ બીજી કારમાં સવાર પાંચ લોકો પોતાની કાર છોડીને ભાગી ગયા. પોલીસે બંને કાર જપ્ત કરી છે.
પોલીસ આરોપીઓની શોધ કરી રહી છે
અધિકારીએ જણાવ્યું કે આ મામલે કાંક્સા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે પીછો કરતી કારમાં સવાર બધા લોકો નશામાં હતા. અધિકારીએ વધુમાં કહ્યું, 'અમને કારની અંદરના કાચ મળ્યા છે જેમાં દારૂના નિશાન હતા.' વાહન માલિકની ઓળખ પાનાગઢના રહેવાસી તરીકે થઈ છે. શંકાસ્પદોને શોધવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સુચન્દ્રાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ ઘટનાથી લોકો ગુસ્સે છે, તેઓ આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!