પત્ની અને પ્રેમીએ દોઢ વર્ષ અગાઉ કરી હતી હત્યા
પત્ની એ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરીને મૃતદેહને રસોડાના ફ્લોરિંગ નીચે દાટી દીધું

હત્યા

હત્યા
અમદાવાદના સરખેજ વિસ્તારના ફતેવાડી કેનાલ રોડ પર આવેલા અહેમદી રો હાઉસમાં આશરે દોઢ વર્ષ પહેલાં દૃશ્યમ ફિલ્મ જેવી જ એક સનસનીખેજ હત્યાનો ભેદ ઉકેલાયો છે. મૃતક સમીર અન્સારીની પત્ની રૂબીએ તેના પ્રેમી ઈમરાન અને અન્ય 2 મિત્રો ફૈઝુ અને સાહિલ સાથે મળીને આ ક્રૂર હત્યાને અંજામ આપ્યો હતો. દોઢ વર્ષ પહેલાં સમીર અન્સારી રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા, જે અંગે પત્ની રૂબીએ જ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી કોઈને તેના પર શંકા ન જાય.
ટુકડા કરીને દાટીને મીઠું નાખી ચણતર કર્યું
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું કે, આશરે 3 વર્ષ પહેલાં રૂબી અને સમીર વચ્ચે પ્રેમ લગ્ન થયા હતા, પરંતુ લગ્ન બાદ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જેનું મુખ્ય કારણ રૂબી અને તેના નજીકમાં રહેતા ઈમરાન વચ્ચેનો પ્રેમસંબંધ હતો. સમીર આ બાબતે રૂબી સાથે મારઝૂડ કરતો હતો, અને આ જ પ્રેમસંબંધનો ભાંડો ફૂટી જતાં હત્યાનું ષડયંત્ર રચાયું. રૂબીના કહેવા મુજબ, ઈમરાન, ફૈઝુ અને સાહિલની મદદથી સમીરની હત્યા કરવામાં આવી હતી.

છરી દ્વારા ગળું કાપીને હત્યા
ઈમરાન અને અન્ય લોકોએ સમીરના હાથપગ પકડી, છરી દ્વારા ગળું કાપીને હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે તેમણે સમીરના શરીરના ટુકડા કર્યા હતા, જેને ઘરના રસોડામાં ખાડો ખોદીને દાટી દીધા હતા. મૃતદેહ ઝડપથી ગળી જાય અને દુર્ગંધ ન આવે તે માટે જમીનમાં મીઠું સહિતની વસ્તુઓ નાખીને તેના પર પ્લાસ્ટર અને ટાઈલ્સો લગાવીને સિમેન્ટનું પાકું ચણતર કરી ફ્લોરિંગ કરી દેવાયું હતું.
દોઢ વર્ષ સુધી પતિના ગુમ થવાનો ઢોંગ
હત્યાના કેટલાક દિવસો બાદ રૂબીએ મકાન પણ બદલી નાખ્યું હતું. દોઢ વર્ષ સુધી રૂબીએ સમાજ અને પાડોશીઓ સમક્ષ છબી જાળવી રાખી હતી કે તેનો પતિ સમીર અન્સારી અન્ય શહેરમાં અથવા દુબઈમાં કામ કરી રહ્યો છે. તે રોજ ફોન પર પતિ સાથે વાત કરતી અને મળતી હોવાનો ઢોંગ કરતી હતી, અને પરિવારના સંપર્કમાં પણ નહોતી રહેતી. સ્થાનિકોની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે રૂબી અને ઈમરાન પર વોચ રાખી હતી, જેમાં તેમનો પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું. DCP ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદના અજીત રાજીયને માહિતી આપી કે, ક્રાઈમ બ્રાન્ચ 3.5 મહિનાથી આ કેસ પર કામ કરી રહી હતી.
હત્યા કરી ચુકવાયો જન્મદિવસની ઉજવણીનો ખર્ચ
પોલીસે ઈમરાનની કરી ધરપકડ
શંકાના આધારે પોલીસે રૂબી અને ઈમરાનની ઊલટ તપાસ શરૂ કરતાં ઈમરાને હત્યા કરવાની કબૂલાત કરી હતી. કબૂલાત બાદ, પોલીસે રૂબીના ઘરનું રસોડું ખોદીને સમીર અન્સારીનું કંકાલ અને મૃતદેહના અવશેષો બહાર કાઢ્યા, જેને FSL તપાસમાં મોકલવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી ઈમરાનની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે, જ્યારે અન્ય 3 આરોપીઓ રૂબી, ફૈઝુ અને સાહિલની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદમાં મિત્રના નામે WhatsApp પર લગ્નની કંકોત્રી આવી… યુવકે લિંક પર એક ક્લિક કર્યું અને થોડી જ વારમાં બેંક ખાતામાંથી ₹99 હજારનું ટ્રાન્જેક્શન થઈ ગયું.

આખરે કોણ છે આ આરોપીઓ અને શું હતો તેમનો પ્લાન?

લોકમેળામાં મોજ કરવા આવ્યા હતા, પણ એક વાતે આખો ખેલ બગડી ગયો!