અમદાવાદ: હત્યા કરી ચુકવાયો જન્મદિવસની ઉજવણીનો ખર્ચ
જન્મદિવસની ઉજવણી અને બાકી ભાડાના પૈસા માટે થઈ વૃદ્ધાની હત્યા

આરોપી સચિન ઠાકોર

આરોપી સચિન ઠાકોર
અમદાવાદના ખોખરા વિસ્તારમાં 11 સપ્ટેમ્બરના રોજ 85 વર્ષીય વૃદ્ધા ધનીબેન વાઘેલાની કરપીણ હત્યા કેસમાં 2 મહિના પછી પોલીસને મોટી સફળતા મળી છે. મૂળ પાટણના અને હાલ ખોખરામાં રહેતા આરોપી સચિન ઠાકોર (ઉંમર 30)ની અમરાઈવાડી પોલીસે ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલી લીધો છે. કબૂલાતમાં જન્મદિવસની ઉજવણી અને 2 મહિનાના ભાડાના રૂપિયા ચૂકવવા માટે વૃદ્ધાના પાસેના સોના અને રૂપિયાની લૂંટ કરી હોવાનો ખુલાસો કર્યો છે. વધુ વિગતે જાણીયે ....
ખોખરાની ફ્રુટવાળી ચાલીમાં એકલા રહેતી ધનીબેન વાઘેલા (85) માસિક 35 હજાર રૂપિયાની પેન્શન મેળવતી હતી. તેમનો દીકરો બીપીનભાઈ વાઘેલા ખોખરામાં જ પરિવાર સાથે રહે છે. 11 સપ્ટેમ્બરના રોજ પડોશીએ ધનીબેનનું મૃતદેહ મળ્યાની જાણ કરી, જેમાં ગળામાં ઈજાના નિશાન જોવા મળ્યા. પોસ્ટમોર્ટમમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું. ત્યારે ખોખરા પોલીસે અજાણ્યા આરોપી સામે હત્યાની ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી. ઘરમાંથી કોઈ વસ્તુ ગુમ ન હોવાથી લૂંટની શક્યતા નકારી કાઢી હતી, પરંતુ હાલ તપાસમાં આરોપીની નજીકી સામે આવી હતી.
આરોપીની કબૂલાત: 'ભાડું અને જન્મદિવસના ખર્ચ માટે લૂંટી લીધા'પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સથી સંદેહ આવતાં આરોપી સચિન સચિન ઠાકોરને પકડી પૂછપરછ કરવામાં આવી. તેણે કબૂલ્યું કે, 1.5 વર્ષ પહેલા ધનીબેનના પાડોશમાં રહેતો હતો અને અવારનવાર તેમના ઘરે જતો-જમતો હતો. તેણે જાણ્યું હતું કે વૃદ્ધા પાસે સોનાના દાગીના અને કેટલાક રૂપિયા છે. પછી તે પત્ની સાથે ખોખરાની અન્ય જગ્યાએ ભાડાનું મકાન લઈ રહેવા જતો રહ્યો હતો. સચિન કામ-ધંધો ન કરતો હતો જેથી 2 મહિનાનું ભાડું બાકી રહ્યું અને 13 સપ્ટેમ્બર તેનો જન્મદિવસ હતો. પૈસાની તંગીથી તેણે જૂના પાડોશીને લૂંટવાનું નક્કી કર્યું. આરોપી વૃદ્ધાના ઘરે ગયો અને તેણે કાનમાં પહેરેલી બુટ્ટી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, જેથી વૃદ્ધાએ પ્રતિકાર કરતા સચિન ઠાકોરે એક હાથે ઓશીકાથી મો દબાવી અને બીજા હાથે વૃદ્ધાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં બુટ્ટી લઈને પોતાના વતન પાટણ ખાતે જતો રહ્યો હતો અને જ્યાં ₹ 38 હજારમાં બુટ્ટી વેચી નાખી હતી. જે બાદ તેણે પોતાના ભાડાના ₹ 8000 ચૂકવ્યા હતા અને અમુક ખરીદી કરી પત્ની સાથે મંદિરે ગયો હતો અને જન્મદિવસ ઉજવ્યો હતો. પોલીસે આરોપીએ ગુના સમયે વાપરેલી કાર પણ જપ્ત કરી છે જોકે તેણે જે વ્યક્તિને સોનાની બુટ્ટી વેચી અને તે રૂપિયાનો ક્યાં ઉપયોગ કર્યો તે દિશામાં તપાસ કરવા માટે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના પછી તપાસમાં કોઈ ચોરી નહોતી, પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સથી સંદેહ આવ્યો. પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો. તેની પત્નીની પૂછપરછ પણ ચાલુ છે." પોલીસે આરોપી ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!