વેરાવળમાં ડબલ મર્ડર
ગર્લફ્રેન્ડ માટે મોજશોખની જીંદગી જેવી કરવા બે હત્યા: ચાર મહિના જૂનું 'દફન રાઝ' તપાસમાં ખુલ

વેરાવળનો 'સાયલન્ટ કિલર'!

વેરાવળનો 'સાયલન્ટ કિલર'!
ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં એક ખાનગી હોસ્પિટલમાં પુરુષ નર્સ તરીકે કામ કરતો 24 વર્ષીય શ્યામ નાથા ચૌહાણ નામનો યુવક પોતાની ગર્લફ્રેન્ડ સાથે વૈભવી જીવન જીવવાના સ્વપ્નો પૂરા કરવા માટે બે-બે હત્યા કરી બેઠો છે. પોલીસ તપાસમાં આ 'સાયલન્ટ કિલર'નું ચાર મહિના જૂનું દફન રાઝ બહાર આવ્યું છે, જેની કબૂલાત સાંભળી પોલીસ પણ આઘાતીત થઈ ગઈ છે. હાલ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
ઘટનાની વિગતો: લૂંટ અને હત્યાનું જાલગત 11 નવેમ્બરના રોજ વેરાવળની હુડકો સોસાયટીમાં રહેતી થાઇરોઇડથી પીડિત ભાવનાબેન ચાંડેગરાનું મોત થયું હતું. તેમનું ઘર બહારથી તાળું બંધ હતું, પરંતુ અંદર બેડ પર બ્લડના ટીપાં અને ગળામાં પહેરેલી સોનાની ચેઇનની ગેરહાજરીથી પોલીસને શંકા થઈ. પોસ્ટમોર્ટમમાં તેમના હાથ પર ઇન્જેક્શનનું નિશાન મળ્યું, જેથી આ કુદરતી મોત નહીં, પરંતુ હત્યા હોવાનું સામે આવ્યું.
તપાસમાં જાણવા મળ્યું કે, ભાવનાબેનની સારવાર માટે આવતો શ્યામ ચૌહાણ તેમના સંપર્કમાં હતો. પોલીસે તેની તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેણે તાજેતરમાં એક બેંકમાં સોનાની ચેઇન મૂકી છે. ઝડપી પડતા આરોપીએ કબૂલાત કરી કે, બ્લડ સેમ્પલ લેવાના બહાને તે ભાવનાબેનના ઘરે ગયો હતો. ત્યારે તેમના ગળાની સોનાની ચેઇન જોઈ લૂંટનો ઇરાદો થયો. હોસ્પિટલમાંથી ચોરી કરેલા એનેસ્થેસિયાને ઇન્જેક્ટ કરીને તેમને બેહોશ કર્યા પછી ભીના કપડાંથી મોં દબાવીને હત્યા કરી દીધી. આ ચેઇનને પૈસા કરીને તેણે પોતાની ગર્લફ્રેન્ડ માટે મંગળસૂત્ર ખરીદ્યું હતું.
ચાર મહિના જૂની હત્યા: મિત્રનું રહસ્ય ખુલ્યુંપૂછપરછ દરમિયાન વધુ ચોંકાવનારો ખુલાસો થયો. શ્યામે જુલાઈ મહિનામાં પોતાના મિત્ર અભિષેક નૈનાની પણ હત્યા કરી હતી. અભિષેકના હાથમાં વીંટી અને ઘરમાં રોકડ જોઈ તેના પર દાનવ બનેલા શ્યામે ઠંડા પીણામાં મોર્ફિન અને ફિનાઇલ નાખીને તેને મોતને ઘાટ ઉતાર્યો. આ લૂંટમાંથી મળેલા 20 હજાર રૂપિયા અને વીંટીને તેણે બાઇક ખરીદવા, ફાઇનાન્સ અને ભાઇબંધોની ઉધારી ચૂકવવામાં વાપર્યા. આ હત્યા પણ 'સાયલન્ટ' રીતે કરવાથી તેનો ભાંડો ફૂટ્યો નહોતો.
આરોપીએ કહ્યું, "ગર્લફ્રેન્ડ સાથે મોજશોખની જીંદગી જેવી કરવા આ બધુ કર્યું." પોલીસે બંને ઘટનાઓનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું છે.
પોલીસની કાર્યવાહી: હોસ્પિટલ પર પણ નજરગીર-સોમનાથના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, "આ પ્રકારની બેદરકારીથી લોકો સાવધાન રહે. ઘરે બ્લડ ટેસ્ટ કરાવતા પહેલા તપાસ કરો. શ્યામે જે હોસ્પિટલમાંથી દવાઓ ચોરી કરી તે સામે પણ કાર્યવાહી થશે." પોલીસે લોકોને મેડિકલ અને બ્લડ સેમ્પલ માટે વિશ્વાસપાત્ર વ્યક્તિઓને જ બોલાવવાની સલાહ આપી છે.
આ ઘટનાથી વેરાવળમાં ખળભળાટ મચી ગયો છે. આવી ઘટનાઓ પછી તબીબી ક્ષેત્રમાં સુરક્ષા પર પ્રશ્નો ઉભા કરે છે. તપાસ ચાલુ છે અને વધુ ખુલાસા થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!