વડોદરા સ્પા યુવતી અપહરણ, નગ્ન નાચ કરાવી હત્યા
સમા-સાવલી રોડ પર ગંભીર અપહરણ અને અત્યાચાર: 11 હજારની લેવડ-દેવડમાં અપહરણ

વડોદરા સ્પા યુવતી અપહરણ

વડોદરા સ્પા યુવતી અપહરણ
વડોદરા શહેરના સમા-સાવલી રોડ વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીના અપહરણ અને તેની પર થયેલા અત્યાચારના કિસ્સામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પીડિતાએ પોલીસ સમક્ષ જે કેફિયત રજૂ કરી છે તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પીડિતાએ જણાવ્યું કે તેનું અપહરણ કરીને તેને નગ્ન કરવામાં આવી, નાચવા માટે મજબૂર કરાઈ અને મોઢે ડૂચો મારી ગરમ ચપ્પુના ડામ દઈ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમા પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
11 હજારની લેવડ-દેવડ બની કારણ :
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતાએ અગાઉ તેની સાથે કામ કરતી શિવાની મોરેને રૂ. 11,000 આપ્યા હતા, જેમાંથી રૂ. 6,600 લેવાના બાકી હતા. શિવાનીએ નોકરી છોડી દેતા પીડિતા છેલ્લા દસ-બાર દિવસથી તેના રૂપિયા માંગી રહી હતી.
અવાવરું મકાન અને ફ્લેટ પર અત્યાચાર :
23 ઓક્ટોબરની રાત્રે 10 વાગ્યે શિવાનીએ પીડિતાને સ્પા સેન્ટરની પાછળ બોલાવી. પીડિતા ત્યાં પહોંચતા જ એક કાર આવી પહોંચી, જેમાં વકાર નામનો પુરુષ અને ફજરીન નામની મહિલા હાજર હતા. વકારે યુવતીના વાળ ખેંચી, ચપ્પુ બતાવી બળજબરીથી કારમાં બેસાડી દીધી અને તેના મોબાઈલ છીનવી લીધા.
આરોપીઓ યુવતીને એક અવાવરું મકાનમાં લઈ ગયા, જ્યાં વકારે માર મારવાનું શરૂ કર્યું અને આરોપ લગાવ્યો કે, "તું મારી પત્ની પાસે ખરાબ ધંધા કરાવે છે અને મારો વિડીયો વાયરલ કર્યો છે." પીડિતાએ વિનંતી કરી છતાં ત્રણેયે તેને યાતના આપી અને અંતે તેને શિવાની અને વકારના તાંદલજા સ્થિત ફ્લેટ પર લઈ ગયા.
અત્યાચારની હદ પાર :
તાંદલજાના ફ્લેટ પર આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવી દીધી. આરોપીઓએ ગેસ પર ચાકુ ગરમ કરી પીડિતાના બંને પગે, નાક પર, હાથના પંજા પર અને કાન પાસે ડામ દીધા હતા. ચપ્પુ વડે તેના કપડાં ફાડી નાખ્યા અને જાંઘ તથા ઘૂંટણ પાસે ઘા કર્યા. નરાધમોએ યુવતીને નગ્ન હાલતમાં નાચવા માટે મજબૂર કરી, જેનો શિવાનીએ વિડીયો ઉતાર્યો અને ધમકી આપી કે, "જેમ મારો વીડિયો ઉતાર્યો તેમ તારો વીડિયો પણ વાયરલ કરીશ." પીડિતાના મોઢામાં ડૂચા પણ મારી દેવાયા હતા.
પીડિતાની હિંમતથી બચાવ :
આરોપીઓએ પીડિતાના દાગીના ઉતારી વધુ રૂપિયાની માંગણી કરી હતી. મોડી રાત્રે મોકો મળતાં પીડિતાએ રાત્રે પોતાના મોબાઈલ પરથી છુપાઈને સ્પા સેન્ટરના સંચાલક વિવેકભાઈને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી દીધી અને ફોન સ્વીચ ઓફ કરીને પાછો મૂકી દીધો હતો. સવારે જ્યારે આરોપીઓએ પીડિતાને બાથરૂમમાં પૂરી દીધી, ત્યારે તેના શેઠ પોલીસને લઈને ફ્લેટ પર પહોંચી ગયા હતા. પોલીસે તાત્કાલિક યુવતીને મુક્ત કરાવી અને ત્રણેય આરોપીઓ (શિવાની મોરે, વકાર અને ફજરીન)ની ધરપકડ કરી હતી. સમા પોલીસે આ મામલે અપહરણ, ગેરકાયદે ગોંધી રાખવા, મારપીટ અને હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!