વડોદરા: બ્યુટી પાર્લરની POP માંથી મળ્યો દારૂ
વડોદરામાં સીલિંગની LED લાઇટ ખોલતા જ વિદેશી દારૂની બોટલોનો વરસાદ થયો

દારૂ પકડાયો PCB દરોડો

દારૂ પકડાયો PCB દરોડો
વડોદરા શહેરમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા બુટલેગરો હવે પોલીસને થાપ આપવા માટે નવા-નવા કીમિયા અજમાવી રહ્યા છે. શહેરના કિશનવાડી વિસ્તારમાં એક બુટલેગરે ઘરના બ્યુટી પાર્લર અને મકાનની સીલિંગમાં દારૂ છુપાવવાનું હાઈપ્રોફાઈલ નેટવર્ક ઊભું કર્યું હતું. જોકે, વડોદરા PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને આ સમગ્ર ખેલનો પર્દાફાશ કર્યો છે.
LED લાઇટ હટાવતા જ દારૂની બોટલો મળી :
પોલીસ જ્યારે તપાસ કરવા પહોંચી ત્યારે ઉપરછલ્લી રીતે કંઈ શંકાસ્પદ જણાયું નહોતું. પરંતુ જ્યારે મકાનમાં કરેલી POP (પ્લાસ્ટર ઓફ પેરિસ) ની સીલિંગમાં લાગેલી LED લાઇટો ખોલવામાં આવી ત્યારે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. સીલિંગની અંદરના પોલાણનો ઉપયોગ દારૂ છુપાવવા માટે કરવામાં આવ્યો હતો. જેમ-જેમ લાઇટો ખોલાતી ગઈ તેમ-તેમ દારૂની બોટલોના જથ્થા બહાર આવવા લાગ્યા હતા. બુટલેગરે અત્યંત ચાલાકીપૂર્વક બ્યુટી પાર્લરના ખાનાઓ અને ઘરની સીલિંગમાં આ માલ સંતાડ્યો હતો.
લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત :
PCB પોલીસની ટીમને કિશનવાડી વુડાના મકાન પાસે આવેલી પરશોત્તમનગર સોસાયટીમાં દારૂનો વેપલો ચાલતો હોવાની સચોટ માહિતી મળી હતી. પોલીસે મકાન નંબર સી-35 માં દરોડો પાડીને કુલ 2,73,820 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઘટનાને પગલે વારસીયા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસની સૂચના છતાં બુટલેગરો સક્રિય :
વડોદરા પોલીસ કમિશનર દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે, તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે ઘરગથ્થુ વ્યવસાયોની આડ લેતા જોવા મળી રહ્યા છે. આ કિસ્સામાં પણ બ્યુટી પાર્લર જેવો વ્યવસાય માત્ર પોલીસને છેતરવા માટેનું એક મહોરું હોવાનું સામે આવ્યું છે.
એક આરોપીની ધરપકડ, મુખ્ય સૂત્રધાર ફરાર :
પોલીસે સ્થળ પરથી 45 વર્ષીય હિતેશકુમાર રતિલાલ જયસ્વાલની ધરપકડ કરી છે. જોકે, આ દારૂનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર જીજ્ઞેશ ઉર્ફે જીગા પરમાર હજુ પોલીસ પકડથી દૂર છે. પી.સી.બી.ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો આ મુખ્ય આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!