વડોદરાના 'રક્ષિતકાંડ' મામલે જાહન્વી કપૂર ભડકી
એક્ટ્રેસે કહ્યું- ખૂબ જ ગુસ્સો આવે છે, આરોપીને કડક સજા થવી જોઈએ

જાહન્વી કપૂરને આરોપી રક્ષિત પર આવ્યો ગુસ્સો

જાહન્વી કપૂરને આરોપી રક્ષિત પર આવ્યો ગુસ્સો
વડોદરામાં હોળીના દિવસે રાત્રે એક દુ:ખદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં 120ની ઝડપે કાર દોડાવી એક યુવકે 8 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું.
જ્યારે, અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત સર્જનાર રક્ષિત ચૌરસિયા નામના યુવકને લોકોએ પકડી ધોલાઈ કરી હતી. પોલીસે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
આ ઘટના પર એક્ટ્રેસ જાહન્વી કપૂર આરોપી પર ભડકી છે. એક્ટ્રેસે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ શેર કરતાં આરોપી વિરૂદ્ધ કડક પગલાં લેવાની માગ કરી. જાહ્નવી કપૂરે પોસ્ટ કરી કે, આ ખૂબ જ ચોંકાવનારી અને ગુસ્સો અપાવી દે એવી ઘટના છે.

તેના વિશે વિચારીને જ ખરાબ લાગે છે કે કોઈ આ પ્રકારનું કૃત્ય કેવી રીતે કરી શકે? નશામાં હતો કે નહીં તેનાથી કોઈ ફરક નથી પડતો.
શું છે સમગ્ર મામલો? વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચ, 2025 રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં ઘટના સ્થળે જ હેમાલી પટેલ નામની મહિલાનું મોત થયું હતું. આ ઘટનાને પગલે પોલીસે આરોપી કારચાલક રક્ષિત ચોરસિયા અને તેની બાજુમાં બેઠેલા યુવક (પ્રાંશુ)ની ધરપકડ કરી કરી છે. આ બન્ને યુવકે ડ્રગ્સ લીધું હોવાનો પણ ખુલાસો થયો હતો.
બંને આરોપીઓ આખી રાત લોકઅપમાં રહ્યા હતા અને આરોપી પ્રાંશુને પોલીસ સવારે મેડિકલ માટે લઈ ગઈ હતી અને આરોપી રક્ષિત સવારે 10:30 વાગ્યા સુધી ઊંઘતો રહ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!