વિજાપુરમાં બાળકીને ઈન્જેક્શન આપવા મુદ્દે હોબાળો
ખાનગી સ્કૂલમાં ધોરણ-2ની બાળકીને અજાણ્યા શખ્સે ઈન્જેક્શન આપવાનો આરોપ, બાળકી સ્વસ્થ

બાળકીની ઘટનાને પગલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં વાલીઓએ હોબાળો કર્યો હતો

બાળકીની ઘટનાને પગલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં વાલીઓએ હોબાળો કર્યો હતો
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ચોંકાવનારી અને ગંભીર ઘટના બની છે. ધોરણ-2 માં અભ્યાસ કરતી એક બાળકીને અજાણ્યા શખ્સે ઈન્જેક્શન આપ્યું હોવાનો આરોપ મૂકાયો છે. બાળકીએ તેની માતાને જાણ કરતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ શાળામાં બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.
વિજાપુરના આનંદપુરા ચોકડી નજીક આવેલી ખાનગી સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતી બાળકીને પાછળના ભાગે લઈ જઈ અજાણ્યા શખ્સે બંને હાથે ઈન્જેક્શન આપવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારે અજાણ્યા શખ્સે બાળકીને ઈન્જેક્શન માર્યુ હોવાની ઘટના સામે આવી હતી.
બાળકીએ તેની માતાને જણાવ્યું કે, એક અજાણ્યો શખ્સ તેને સ્કૂલની પાછળ લઈ ગયો હતો અને તેના ખભે હાથ મૂકીને હાથની કોણીથી ઉપરના ભાગે ઈન્જેક્શન આપ્યું હતું. બાળકીની માતાએ શિક્ષકો અને સંચાલકને જાણ કરતાં સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. પરંતુ તેમાં અજાણ્યા શખ્સની હરકત જોવા મળી નહોતી.
જો કે, શાળામાં વાલીઓની રજૂઆત સમયે જાણવા મળ્યું કે, છેલ્લાં ત્રણ દિવસથી અજાણ્યો શખ્સ અન્ય બાળકીને શાળાની પાછળના ભાગે લઈ જતો હોવાનો ખુલાસો થયો હતો. આ શખ્સ સ્કૂલ પરિસરની અન્ય સંસ્થામાં અભ્યાસ કરતો હોવાની જાણ થતાં તેવા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં બાળકીએ અજાણ્યા શખ્સને ઓળખી બતાવ્યો હતો.
તેથી વાલીઓએ તે શખ્સ સામે ફરિયાદ નોંધાવવાની માગણી કરી હતી. જો કે, સંચાલકોએ ફરિયાદ નોંધાવવાની મનાઈ કરતાં વાલીઓએ પોલીસ સ્ટેશનમાં જઈને હોબાળો મચાવ્યો હતો. તેથી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને બાળકીને સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરીને જરૂરી સારવાર આપવામાં આવી હતી. બાળકી હાલમાં સ્વસ્થ છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વિજાપુર પોલીસે સ્કૂલ પરિસર તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે. જ્યારે અજાણ્યા શખ્સ સામે પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે અજાણ્યા શખ્સે શા માટે બાળકીને ઈન્જેક્શન આપ્યું હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે. જો કે, આ ઘટનાથી શાળા અને વાલીઓમાં ગંભીર ચિંતા પ્રસરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!